કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
સીંગવડ તા.19
સીંગવડ તાલુકાના સિંગવડ તાલુકા ના રણધીકપુર પોલીસ સ્ટેશનમાં 1 8 6 2021 ના રોજ ગ્રામ પંચાયત સિંગવડ રણધીકપુર પોલીસ સ્ટેશન સ્ટાફ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર સીંગવડ ના સંકલન થી રણધીકપુર પોલીસ સ્ટેશનમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં પીએસઆઇ પટેલના માર્ગદર્શનથી પોલીસ સ્ટાફના પરિવારના સભ્યએ રસીકરણ કરાવી જેમાં રણધીકપુર પોલીસ સ્ટાફના ૬૦ જેટલા સભ્યો નું રસીકરણ કરવામાં આવ્યું હતું જ્યારે સીંગવડ સરપંચ જીવન વહુનીયા ના માર્ગદર્શનથી સીંગવડ બજારના રહીશો વેપારીવર્ગ યુવાનો એ પણ રસીકરણ માટે આગળ આવીને રસીકરણ કરાવી હતી જ્યારે તાલુકા વહિવટ વિભાગ અને આરોગ્ય વિભાગના સંકલનથી આ કેમ્પનું સફળ આયોજન થયું હતું તાલુકા આરોગ્ય અધિકારી ડો મછાર ના માર્ગદર્શનથી સી.એચ.સી નર્સિંગ સ્ટાફ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત અધિકારીઓ માં ડોક્ટર પ્રીતેશ પટેલ અને ડોક્ટર નિલેશ સેલોત દ્વારા સમગ્ર કેમ્પનો મોનિટરિંગ કરવામાં આવ્યું હતું જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા એક સ્લોગન લગાવવામાં આવ્યું હતું કે “કોરોના કો હટાના હટાના હૈ વેક્સિન હમ સબ કો લગાના હૈ” ના સાથે સીંગવડ માં રસીકરણ જાગૃતિ અભિયાન વેગવંતુ બનવા પામ્યું હતું