Friday, 06/12/2024
Dark Mode

ચકચારી  બિલ્કીશ બાનું કેસ:સિંગવડ તાલુકાના સિંગવડ રંણધીપુર ગામના બિલ્કીશ બાનુ કેસના ૧૧ આરોપીઓને મુક્ત કરાયા..

August 16, 2022
        1474
ચકચારી  બિલ્કીશ બાનું કેસ:સિંગવડ તાલુકાના સિંગવડ રંણધીપુર ગામના બિલ્કીશ બાનુ કેસના ૧૧ આરોપીઓને મુક્ત કરાયા..

કલ્પેશ શાહ :- સીંગવડ

ચકચારી  બિલ્કીશ બાનું કેસ:સિંગવડ તાલુકાના સિંગવડ રંણધીપુર ગામના બિલ્કીશ બાનુ કેસના ૧૧ આરોપીઓને મુક્ત કરાયા..

બિલ્કીશ બાનુ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા રણધિકપુર, સીંગવડ ગામના ૧૧-આરોપીઓને સુપ્રિમ કોર્ટના હુકમથી 15 મી ઓગસ્ટે જેલ મુક્ત કર્યા 

 18 વર્ષથી જેલવાસ ભોગવી રહેલા બિલ્કીશ બાનું કેસના આરોપીઓના જેલમાં ચાલ ચલગત સારા હોઈ જેલ મુક્ત કરાયા 

સીંગવડ તા.16

બિલ્કીશ બાનુ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા રણધિકપુર, સીંગવડ ગામના ૧૧-આરોપીઓને સુપ્રિમ કોર્ટના હુકમથી ગુજરાત સરકાર દ્વારા તા.૧૫/૦૮/૨૦૨૨ના રોજ ગોધરા સબ જેલ માંથી મુક્ત કરવામાં આવેલ .આ અગાઉ આ કેસના આરોપી રાધેશ્યામ શાહ દ્વારા

ગુજરાત હાઇકોર્ટમાં જેલમુક્ત માટે અરજી કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસ મહારાષ્ટ્રની કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલ હોય જેલ મુક્ત માટેની અરજી મહારાષ્ટ્ર સરકારમાં મોકલી આપવા જણાવેલ. આ હુકમને રાધેશ્યામ શાહ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ. સુપ્રિમ કોર્ટ દ્વારામે-૨૦૨૨માં ગુજરાત સરકારને હુકમ કરી ૨-માસમાં સજા સમયે અમલમાં હોય તે નિયમો હેઠળ નિર્ણય લેવામાટે હુકમ કરેલ. જે અન્વયે જેલ સલાહકાર સમિતિના ચેરમેન, જિલ્લા

મેજીસ્ટ્રેટ અને કલેકટર પંચમહાલ દ્વારા મીટીંગ બોલાવવામાં આવેલ અને મીટીંગમાં તમામ સભ્યોની સર્વસમંતિ થી કેદીઓએ ૧૪-વર્ષ ઉપરાંતની સજા પુરી કરેલ હોય અને જેલમાં તેઓની ચાલચલગત સારી હોવાથી જેલ મુક્ત કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જે હકિક્તોને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૧-આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવતા તા.૧૫/૦૮/૨૦૨૨ના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવેલ છે.જેલ મુક્ત થયેલ રાધેશ્યામ શાહ સાથે વાતચીત કરતા તેઓને જણાવેલ કે, આ કેસની તપાસ સુપ્રિમ કોર્ટ દ્વારા સી.બી.આઇને સોપવામાં આવેલ અને ૨૦૦૪માં મને તથા અન્ય ભાઇઓની ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ આ કેસ સુપ્રિમ કોર્ટ દ્વારા મુંબઇ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ.૨૧/૦૧/૨૦૦૮ના રોજ ૧૧- વ્યક્તિઓને આજીવન કેદની સજા કરવમાં આવેલ હતી. જ્યારે ગુજરાત રાજ્યનો બનાવ હોય અને ગુજરાત રહેવાસી હોવાથી લીધે મુંબઇ હાઇકોર્ટ દ્વારા ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ૧૮ વર્ષ જેટલો સમય થયેલ હોય અને જેલમાં મારી ચાલચલગત સારી હોવાથી જેલ સલાહકાર સમિતિ (એ.બી.કમિટી) દ્વારા જેલ મુક્ત કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી.

મે જેલ પ્રશાસન દ્વારા સુધારાત્મક અને પુનઃસ્થાપન માટે ચલાવવામાં આવતા બાબા સાહેબ આંબેડકર, ઇત્રુ તથા અન્નામલાઇ યુનીર્વસીટીઝ ના અલગ અલગ અભ્યાસક્રમોમાં તથા કાયક્રમોમાં ભાગ લીધેલ હતો અને ૧૮ જેટલી ડિગ્રીઓ મેળવી છે. જેમાં માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હિન્દી લીટરેચર, માસ્ટર ઓફ રૂરલ ડેપલોગ્મેન્ટ, માસ્ટર ઓફ સાઇન્સ વેલ્યુ એજીયુકેશન એન્ડ સ્પિચીયાલીટી જેવા પોસ્ટ ગ્રેજીએટ અભ્યક્રમ મુખ્ય છે. મારા પરીવાર સાથે મિલન થતા ખુબ ખુશી થાય છે. અગામી સમયમાં જેલમાં રહેલ કેદીઓના બાળકોને અભ્યાસમાં મદદ કરવા તથા તેઓ અભ્યાસથી વંચિત ન રહે તે અંગે કાર્ય કરવાની ઈચ્છા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!