કલ્પેશ શાહ. સિંગવડ.
સીંગવડમાં આમ આદમી પાર્ટી દ્વારા બાળકોની શિષ્યવૃતિ માટે મામલતદારને આવેદન પાઠવ્યું..
35000 બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તેમને શિષ્યવૃત્તિ મળે તે માટે સિંગવડ મામલતદારને આવેદનપત્ર…
સીંગવડ તા.29
સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સિંગવડ તાલુકાની 106 પ્રાથમિક શાળા 26 માધ્યમિક શાળાના 35,000 થી વધારે વિદ્યાર્થીઓ વર્ષ 22.23 ની શિષ્યવૃતિથી દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ ના વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે વંચિત રહેવાનો વારો આવ્યો છે તો સિંગવડ તાલુકાના પ્રાથમિક શિક્ષણ વિભાગના માધ્યમિક શાળાના સંખ્યાબંધ આચાર્ય તથા વહીવટ કરતા કર્મચારી દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં બાળકો શિષ્યવૃતિ વંચિત દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે ડાયલ સ્કોર પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે શાળાનું ઓનલાઈન કરવાની કામગીરી ખાતે શાળાના શિક્ષકોની હાજરી શાળા અભ્યાસ કરતા બાળકોની હાજરી મધ્યાન ભોજન કાર્ય વગેરે કામગીરી કરવા માટે ડાયસ કોડ આપવામાં આવે છે ડિજિટલ ગુજરાત શાળા શિષ્યવૃત્તિ પોર્ટલ છેલ્લા ઘણા સમયથી બંધ હોય તાલુકાની દરેક પ્રાથમિક તથા માધ્યમિક શાળાના પોર્ટલ ઉપર લોગીન કરતા અનવેલીડ બુથ એમ આવી જતું હોય છે તે ચાલુ થાય અને તમામ વિદ્યાર્થી ને શિષ્યવૃતિ મળે તે માટે દાહોદ લોકસભાના સંયુક્ત સચિવ રમસુભાઈએ જણાવવામાં આવ્યું છે કે દસ દિવસમાં કામગીરી નહીં થાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે લીમખેડા વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષભાઈ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ના હિતમાં આંદોલન કરીશું લીમખેડા વિધાનસભા સંગઠન વિપુલ ડામોર જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્ર ે ફક્ત આપ જ ક્રાંતિ લાવી શકે તેમ છે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય સચિવ જયેશ સંગાડા દ્વારા જણાવ્યું કે દાહોદ લોકસભા સાંસદ દ્વારા રેલવે મિનિસ્ટરને રજૂઆત કરીને એસી કોચ ની માંગણી કરી શકે છે તો પોતાના ગામ તથા તાલુકાના 35,000 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેમ નથી કરાવી શકતા તેમ જણાવવામાં આવ્યું હતું