કલ્પેશ શાહ સિંગવડ
સિંગવડ તાલુકામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોય તેને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
સિંગવડ તાલુકા માં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના રોજ નું આયોજન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હોય જ્યારે શ્રદ્ધા અને ભક્તિના રથયાત્રા મહોત્સવ મહાપર્વમાં સામાજિક એકતા જળવાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાની પર્વની ઉજવણી સંપન્ન થાય તેના ભાગરૂપે રણધીપુર પોલીસ તંત્ર દ્વારા અને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં સિંગવડ ગામ ના તથા આજુબાજુનાં ગામડાનાં સરપંચો આગેવાનો તથા સિંગવડ ગામના વિવિધ સમાજના અગ્રણીઓ હાજરી માં બેઠક યોજાઈ જેમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા રથયાત્રાના પ્રસ્થાનથી લઈ પૂર્ણાહુતિ થાય તે દરમિયાન પરિભ્રમણ ના થનાર રથયાત્રા રૂટ સંદર્ભને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં વધારે થી વધારે ભક્તો જોડાય તેઓ રથયાત્રા સમિતિ દ્વારા જણાવાયું હતું