કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મનરેગા ના કામો ચાલતા સ્થળ તપાસ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું
સીંગવડ તા.08
સીંગવડ તાલુકાના આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ રમસુભાઈ હઠીલા તથા સિંગવડ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શૈલેષ હઠીલા તેમજ નિલેશભાઈ નિસરતાની ઉપસ્થિતિમાં તારીખ ૫.૬.૨૧ ના રોજ સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કે મનરેગા યોજના હેઠળ ચાલતા કામોની સ્થળ તપાસ કરી ન્યાયિક તપાસ કરવામાં આવે જ્યારે હાલમાં ચાલી રહેલા કામોમાં જમીન સમતલ માટે 4000 રૂપિયા ચેકડેમ ઊંડા કરવા માટે 4000 રૂપિયા સરક્ષણ દિવાલ માટે 24 હજાર રૂપિયા અને નવીન ચેકડેમ માટે 30 હજાર રૂપિયા જેટલી રકમ વહીવટી તંત્રની મંજૂરી માટે માંગવામાં આવતી હોય છે.જ્યારે એની પણ તપાસ થવી જોઈએ તથા તારમી ગામે ગ્રામ પંચાયત આવેલા તળાવ ઉંડા કરવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી તે ફક્ત એક જ દિવસ કામ કરી બંધ કરી દેવામાં આવતાં તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને આ બધાની તાત્કાલિક ધોરણે તપાસ કરી આગળ લાગતા વળગતા અધિકારીઓ કે જે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકરો ની માંગ છે.અને જો આની તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરવામાં આવશે તેવી લેખિતમાં જાણ કરવામાં આવી હતી