
ઇલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકાની ઉંબેર ગામની નદી અને આજુબાજુ તળાવો પણ સૂકાભટ્ટ ખેડૂતો ચિંતાતૂર બન્યા
સંતરામપુર તા.21
સંતરામપુર તાલુકાના ઉનાળો શરૂ થતાં પહેલાં જ સંતરામપુર તાલુકાના ઉંબેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં પાણી સુકાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા મૂંગા પશુઓ માટે ઘાસચારો ની પાણી માટે વિકટ પરિસ્થિતિ ઊભી થયેલી છે આ વિસ્તારની અંદર જોડાતા ગામો બેણદા પાદેડી નાનીરેલ મોટીરેલ સીંગલગઢ આંબા આ વિસ્તારમાં આવેલા તમામ ગામોમાં તળાવ અને નદીઓ સૂકાઈ જવાના કારણે ખેડૂતો માટે ભારે હાલાકી ઉભી થઇ છે અત્યારથી જ પીવાના પાણી માટે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે સરકાર દ્વારા તળાવ ભરવા માટેની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આવેલા આ વિસ્તારોમાં હજુ સુધી વિચારણા કરવામાં આવી નથી સૌથી વધારે પશુ અને વસ્તી ધરાવતાં ગામો આ વિસ્તારમાં જોવાઈ રહેલા છે પ્રથમ ઉનાળાના તમામ નદીઓ અને તળાવો કોરાકટ જોવાઈ રહ્યાં છીએ સરકારે મત વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય મુંગા પશુઓને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા અને તળાવ ભરવાની વિચારણા કરે અને મુંગા પશુઓને પાણી મળીને ખેડૂતો ઈચ્છી રહ્યા છે.