સંતરામપુર તાલુકાના પાદેડી ગામે પૂલની નીચે નદીમાંથી ધૂળ નો ફુલ મળી આવ્યો..

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના પાદેડી ગામે પૂલની નીચે નદીમાંથી ધૂળ નો ફુલ મળી આવ્યો..

સંતરામપુર તા.16

સંતરામપુર તાલુકાના પાદેડી ગામે પૂલની નીચે નદીમાંથી આશરે એક માસનું બાળક મળી આવ્યો હતો.

સંતરામપુર તાલુકાના પાદેડી ગામે ભમેટા નદી પૂલની નીચે ચાદરની અંદર બાળકને લપેટેલો બાળક મળી આવેલું હતું આ ગામની અંદર સવારના વહેલા આ જગ્યાએથી પસાર થતાં અચાનક બાળકને રડવાનો અવાજ આવતા ગ્રામજનોની જાણ થતા અને બાળક કઈ જગ્યાએ રડે છે.તેની તપાસ કરતા નદીની નીચે બાળક મળી આવેલું હતું.આ અંગેની 108ની જાણ કરવામાં આવેલી હતી કોઈકે પોતાનું પાપ છુપાવવા માટે કોમલ જેવા બાળક ને લાવારીસ મુકીને જતું રહ્યું હતું 108 મારફતે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સોંપવામાં આવેલું હતું.બાળકને સ્ટેટ હોસ્પિટલમાં અત્યારે રાખવામાં આવેલું છે.અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવામાં આવેલી હતી.સંતરામપુર પોલીસે તેનું વર્ણન કરીને ચારે બાજુની આ ઘટનાની તપાસનો દોર શરૂ કરેલો હતો. ફૂલ જેવા બાળકને આ રીતે મૂકી દેવાથી ગામના લોકોમાં પણ અજંપો જોવાઈ ગયો હતો ગામજનો માં ચર્ચા રહ્યું હતું 108 ના કર્મચારી સતિષભાઈ દરજી અને અશોકભાઈ વાગડિયા તાત્કાલિક બાળકને સારવાર આપીને સ્ટેટ હોસ્પિટલમાં પહોંચાડ્યું હતું.અને આ બાબતની ખબર પડી જાય સ્ટેટ હોસ્પિટલમાં અને પોલીસ સ્ટેશનમાં બાળકને દત્તક લેવા માટે સંખ્યાબંધ માતાઓને પરિવારો દોડી આવ્યા હતા.

Share This Article