સંતરામપુરમાં ગણેશ મંડળો દ્વારા સંત જુના તળાવના રિવરફ્રન્ટમાં મૂર્તિ વિસર્જન કરવા માંગણી કરાઈ

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ, સંતરામપુર

સંતરામપુરમાં ગણેશ મંડળો દ્વારા સંત જુના તળાવના રિવરફ્રન્ટમાં મૂર્તિ વિસર્જન કરવા માંગણી કરાઈ.

 

સંતરામપુર નગરમાં ગણપતિ વિસર્જન માટેના મંડળો દ્વારા સંત જૂના તળાવમાં રીવર ફંડમાં વિસર્જન કરવા માટેની માંગણી કરી હતી આજે નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે સંત જુના તળાવમાં મંજૂરી આપી હતી સંતરામપુર નગરમાં ગરાડીયા શીતળા માતાના તળાવ વર્ષોથી સંતરામપુરની તમામ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ વિસર્જન કર્યા બાદ નગરપાલિકા દ્વારા તેની સફાઈ નથી કરવામાં આવતી અને છેલ્લા ઘણા સમયથી તેનો ધ્યાન આપવાના કારણે સરપંચ દ્વારા આ વખતે નગરપાલિકામાં જાણ કરેલી કે લેખિતમાં તમે વિસર્જન કરો તો વાંધો નહીં પરંતુ તળાવમાં પાણી ઓછું છે તળાવ ભરાવી દો અને સફાઈ કરાવી દો આ અંગેની લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરેલી હતી અને રાજ્ય કક્ષાના મંત્રી ફોન દ્વારા પણ તળાવ ભરવા માટેની જાણ કરવામાં આવેલી હતી પરંતુ આ વખતે તળાવમાં પાણી ઓછું હોવાના કારણે આજે સંતરામપુરના ગણેશ મંડળો દ્વારા સંતરામપુર નગરમાં નગરપાલિકામાં ભેગા મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરીને માંગણી કરી કે કે અમને કૃત્રિમ તળાવ અને સંત જૂના તળાવનો રીવર ફંડમાં ગણેશ વિસર્જન કરવા માટેની માંગણી કરી હતી આજે નગરપાલિકા ગણેશ વિસર્જન કરવા માટે સંત જુના તળાવ રિવરફ્રન્ટમાં ગણેશ વિસર્જન કરાશે સ્થળ પર રાજ્યકક્ષાના મંત્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસ વિભાગ તમામ આજે નિરીક્ષણ કરેલું હતું.

Share This Article