Sunday, 16/02/2025
Dark Mode

સંજેલી તાલુકામાં વિમલ તમાકુના ભાવોમાં કડાકો:પંથકમાં વિમલ તમાકુના મોટા વેપારીઓને ત્યાં મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ 

સંજેલી તાલુકામાં વિમલ તમાકુના ભાવોમાં કડાકો:પંથકમાં વિમલ તમાકુના મોટા વેપારીઓને ત્યાં મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ 

 કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકામાં વિમલ તમાકુના ભાવોમાં કડાકો:પંથકમાં વિમલ તમાકુના મોટા વેપારીઓને ત્યાં મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ 

બે દિવસમાં ૩૫૦૦ વિમલના પેકેટ એમઆરપી ભાવે જ વેચ્યા હોવાનો વેપારીનો દાવો.

છૂટક વેપારીઓનો કોન્ટેક્ટ નંબર લઇ મામલતદારે તપાસ હાથ ધરી.

સંજેલી તા.17

સંજેલીમાં વિમલ તમાકુના જથ્થાનો એકદમ ભાવ ઊંચકાતાં કાળાબજારીયો તેમજ જથ્થાબંધ વેપારીઓ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.ત્યારે મામલતદારની ટીમે જથ્થાબંધ ઝંકાર સેલ્સ અને સ્ટાર પાનની મુલાકાત લઈ વિગતો મેળવી.છૂટક વેપારીઓની પૂછપરછ શરૂ કરી હતી.

સંજેલી તાલુકામાં વિમલ તમાકુના ભાવોમાં કડાકો:પંથકમાં વિમલ તમાકુના મોટા વેપારીઓને ત્યાં મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ 

જિલ્લામાં કોરોના કેસો વધતા જ કલેકટર દ્વારા સંજેલી માં સવારે ૬ થી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધાની છૂટ આપવામાં આવી છે.ફરી લોક ડાઉન થવાની અફવાઓથી પ્રથમ લોક ડાઉનમાં વિમલ તમાકુના કાળાબજાર કરી લાખો રૂપિયા કમાનાર વેપારીઓ દ્વારા જથ્થાનો સંગ્રહ કરાતા સંજેલી બજારમાં પાંચની પડીકી ૭ રૂપિયામાં વેચાવા માંડી અને નાના છુટક વેપારીઓને રોજ કમાઇને રોજ ખાનારાઓને વિમલ તમાકુના એમઆરપી ભાવે પડીકી ન મળતાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા પોતાના ગોડાઉનમાં તેમજ અન્ય જગ્યાએ જથ્થો છુપાવી કાળાબજાર કરતા હોવાની માંગને લઇને સંજેલીના મુકેશ પુરોહિત દ્વારા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હતી .જે રજૂઆતને લઇ મામલતદાર પી.આઈ.પટેલ અને પુરવઠા મામલતદાર સુજલ ચૌધરીના મામલતદાર અમલીયારની ટીમે સંજેલી ખાતે આવેલી ઝંકાર સેલ્સ એજન્સી અને સ્ટાર પાન સેન્ટરના જથ્થાબંધ વિમલ તમાકુના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.તેમની પાસેથી મળતી માહિતી મુજબ ઝંકાર સેલ્સમાંથી બે દિવસમાં ૩૦૦૦ પડીક‍ા ઓ અને સ્ટાર સેલ્સ માથી ૫૫૦ પડીકાઓ મળી કુલ ૪૩૭૫૦૦ રુપિયાનો વિમલ તમાકુનો જથ્થો એમઆરપી ભાવે જ વેપારીઓને આપ્યો છે.જેનું મોબાઈલ નબર સાથેનું લિસ્ટ લઇ મામલતદારની ટીમે ક્રોસ વેરીફીકેશન હાથ ધર્યું છે. મામલતદારની ટીમ સંજેલી બજારમાં તપાસ હાથ ધરતાં જ વિમલ તમાકુની પડીકીઓ રેગ્યુલર ભાવ એટલે કે પાંચ રૂપિયામાં વેચાણ થવા લાગી હતી.

error: Content is protected !!