કલ્પેશ શાહ :- સીંગવડ
દાહોદ જિલ્લાના સંજેલીમાં ધોરણ 10ના હિન્દી પેપર લીકનો રેલો સિંગવડ તાલુકા સુધી પહોંચ્યો: પોલીસ તપાસમાંઅન્ય મોટા માથાની સંડોવણીની આશંકા.
સંજેલી તાલુકામાં ધોરણ 10 નુ હિન્દીનુ પેપર લીક થયું.તેમાં સંજેલી તાલુકાના ત્રણ તથા સીંગવડ તાલુકાના નાની સંજેલીનો એક અને મેથાણ ગામનું એક જણને પકડતા તેનો રેલો સિંગવડ તાલુકા સુધી પહોંચ્યો હતો.જ્યારે અમિત તાવીયાડ ને પકડતા તેને સીંગવડના ઝેરોક્ષના માલિક નું નામ આપવામાં આવ્યું હતું.જ્યારે ઝેરોક્ષ વાળાને પૂછતા તેને ચુંદડીના શિક્ષકનું નામ આપવામાં આવ્યું હતુ.ત્યાર પછી પૂછતાજ આગળ વધતા એક પછી એક વ્યક્તિના નામો આવતાં-જતાં પોલીસ દ્વારા પૂછપરછનો દોર ચાલુ રાખવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો હજુ ઘણા મોટા માથાના નામો બહાર ખુલે તેમ છે.જ્યારે આ મામલે ઝાલોદ પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો તેનો રેલો સીંગવડ તાલુકાના ઘણા મોટા માથાઓના નામ બહાર આવે તેમ છે કે પછી ઝાલોદ પોલીસ દ્વારા કંઇક ભીનું સંકેલાઇ તેમ લોકો દ્વારા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.ખરેખર પેપર લીક મામલે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસ આજદિન સુધી નિષ્ફળ નીવડી છે.તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કે પછી કોઈ રાજકીય દબાણના લીધે આ મામલો રફેદફે કરવા આવ્યો છે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે ઘટનામાં પોલીસે ઝેરોક્ષ ની હેરાફેરી કરનાર વ્યક્તિને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે જ્યારે પેપર ક્યારથી લીક થયું તેની પોલીસ તપાસ કરવા નથી માંગતી તે લોકોમાં ચર્ચાનો વિષય છે જો પોલીસ ખરેખર તપાસ કરે કે પેપર કયા બોર્ડ પર થી આયુ અને કોણ લાવ્યું અને કોને વોટ્સએપ કર્યું તો આ પેપર લીક થયાનું બહાર આવે તેમ છે અને ખરેખર આ પેપર લીક મામલે જે મુખ્ય સૂત્રધાર છે તેના સુધી પોલીસ પહોંચી શકે તેમ છે માટે હિન્દી પેપર માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બહાર નીકળે તેમ છે.