Friday, 19/04/2024
Dark Mode

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર

April 25, 2022
        522
દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર

સુમિત વણઝારા

 

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર

 

નાગરિકોએ મોટી સંખ્યામાં હેલ્થ મેળાનો લાભ લીધો

 

દાહોદ : તા. ૨૫ :

 

દાહોદના બોરડી ઈનામી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કરાવ્યો હતો. આ આરોગ્ય મેળામાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. તેમજ નાગરિકોના નિઃશુલ્ક નિદાન, સારવાર તેમજ દવાઓ પુરી પડાઇ હતી. આ ઉપરાંત આર્યુવેદ નિદાન ચિકિત્સા કેમ્પ સહિતના કેમ્પની સુવિધા પણ પૂરી પડાય હતી. તેમજ આયુષ્યમાના ભારત મા કાર્ડ માટેની સુવિધાઓ અપાઇ હતી. નાગરિકોએ મોટી સંખ્યામાં આ હેલ્થ મેળાનો લાભ લીધો હતો.

બોરડી ઈનામી ખાતેથી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતા સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગરિકોની આરોગ્ય સુવિધાઓ તેમજ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ છે ત્યારે નાગરિકો માટે આરોગ્ય મેળાઓનું આયોજન કરાઈ રહ્યું છે. ખાસ કરીને બીનચેપી રોગો જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો પ્રત્યે લોકો જાગૃત થાય એ માટેની ઝુંબેશ આરોગ્ય મેળા થકી ચલાવાશે. જેથી સમયસર રોગનું નિદાન થતા ઝડપથી સારવાર મેળવી શકાય.

 તેમણે ઉમેર્યું કે, અગાઉના વર્ષોની સરખામણીમાં દાહોદ જિલ્લાની આરોગ્ય સુવિધાઓ વધુને વધુ સઘન બની છે. પહેલા જ્યારે એક માત્ર કોટેજ હોસ્પિટલ હતું એ પણ નળિયાંવાળું. જ્યારે હવે નવ માળની તમામ અત્યાધુક સુવિધાઓ સાથેનું ઝાયડ્સ હોસ્પિટલ મળ્યું છે. તેમજ ડોકટરો પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ બન્યા છે. જિલ્લામાં ૪.૩૩ લાખ પરિવારો પાસે આયુષ્યમાન મા કાર્ડ અપાયું છે અને રૂ. ૧૧.૭૦ કરોડથી વધુની આરોગ્ય સહાય નાગરિકોને પ્રાપ્ત થઈ છે.

 જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આરોગ્ય મેળાઓ ગરીબ નાગરિકોને નિ:શુલ્ક નિદાનથી લઇને સારવાર મળી રહે તે માટે યોજાઇ રહ્યાં હોય મોટી સંખ્યામાં તેનો લાભ લેવા જણાવ્યું હતું તેમજ જે લોકોના આયુષ્યમાન ભારત મા કાર્ડ બ્લોક થઇ ગયા હોય તેઓ સત્વરે કાર્ડ એક્ટિવ કરાવી લે તેમ જણાવ્યું હતું. 

હેલ્થ મેળામાં અગ્રણી શ્રી પર્વતભાઈ ડામોર, શ્રી જીથરાભાઈ ડામોર, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી રમણભાઈ, મહેન્દ્રભાઈ ભાભોર, રમસુભાઇ મેડા, શ્રી નિરજભાઈ મેડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ભાઇ લબાના, તાલુકા પંચાયત સભ્યો, સંગઠન ના હોદેદારો, ગામના સરપંચશ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી.આર. પટેલ, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી સુશ્રી સંધ્યાબેન, તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!