
દાહોદ
સંજેલી તાલુકા ના વાસીયા ગામ ના ધોડા વડલી ફળીયા મા થી નવજાત શિશુ બીનવારસી હાલત મા મળ્યુ
ધોડા વડલી ફળીયા માથી આશરે 6 દિવસ ની નવજાત શિશુ બીનવારસી હાલત મા મળ્યુ
સંજેલી પોલીસ ને જાણ થતા ધટના સ્થળે પોહચી પરિવાર ની શોધ કરી
સંજેલી તાલુકાના વાસિય ગામ ના ઘોડાવડલી ફળિયામાંથી ગત્તરાત્રિએ બિનવારસી એક રડતું બાળક મળી આવ્યું
સંજેલી તાલુકાના વાસિયા ગામે થી ઘોડા વડલી ફળિયામાંથી ગઈકાલે રાત્રે બિન વારશી એક બાળક રડતું હોવાની સ્થાનિક લોકોને ધ્યાન ઉપર આવતા સ્થાનિક લોકો દ્વારા આ બિનવારસી બાળક બાબતેની માહિતી સંજેલી પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે સંજેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તે બાળકને સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યું હતું જ્યારે વધુ સારવાર માટે બાળકને સંજેલી પોલીસે આરોગ્ય વિભાગ તરફથી 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યું હતું . તેમજ સંજેલી પોલીસે આ મળી આવેલ બાળક બાબતે ફરિયાદ લઇ અને બિનવારસી બાળક ક્યાંનું છે તેના વાલી વારસદાર કોણ હશે .જેવી બાબતને લઈને વધુ તપાસ હાથ ધરી છે .