Tuesday, 19/03/2024
Dark Mode

સંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..

June 14, 2021
        2418
સંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..

જીગ્નેશ બારીયા,દાહોદ/કપિલ સાધુ સંજેલી 

સંજેલી PSO દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો

90 થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર

પોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSO દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા

PSO દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ

PSO સામે કાયદેસરની કાયઁવાહી કરવાની હોમગાર્ડ જવાનો એ કરી માંગ

 દાહોદ તા.13

દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ મથક ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેને પગલે દાહોદ જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે સંજેલી પી.એસ.ઓ.દ્વારા હોમગાર્ડને ફરજ પર લેટ (મોડું થતા) આવતા અપશબ્દો બોલી હોમગાર્ડની વર્દી ફાડી નાખતા ભારે વિવાદ સર્જાયો છે અને જેને પગલે ૯૦થી વધુ હોમગાર્ડ જવાનો હડતાલ પર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

#Paid Pramotion

Contact us :- sunrise public school 

દાહોદ જિલ્લો હર હંમેશ કોઈને કોઈ ચર્ચાઓ તેમજ વિવાદાસ્પદ ઘટનાઓને પગલે ટોક ઓફ ધી ટાઉન, ટોક ઓફ ધી ડિસ્ટ્રિક્ટ તેમજ ટોક ઓફ ધી સ્ટેટ બનતો જ રહે છે. આજે આવીજ એક ઘટનાને પગલે જિલ્લાવાસીઓ સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે. 

સંજેલી PSO દ્વારા હોમગાર્ડ જવાનને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો

દાહોદ જિલ્લાના પોલીસ મથક એવા સંજેલી ખાતે પી.એસ.ઓ. દ્વારા એક હોમગાર્ડ પોતાની ફરજ પર હાજર થવા માટે ફરજ પર લેટ પહોંચતા પી.એસ.ઓ. દ્વારા હોમગાર્ડ જવાન સાથે તું..તું..મેં..મેં..ના દ્રશ્યો સર્જાયા બાદ પી.એસ.ઓ. દ્વારા એકદમ ઉશ્કેરાઇ જઇ હોમગાર્ડ જવાનને અપશબ્દો બોલી હોમગાર્ડ જવાનની વર્દી ફાડી નાખી હતી.

પોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSO દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા:નગર રામ ભરોસે 

આ બનાવના સમાચાર વાયુવેગે સંજેલી તાલુકાના હોમગાર્ડ જવાનોમાં ફેલાતા તમામમાં આક્રોશની લાગણી વ્યાપી જવા પામી હતી અને અંદાજે લગભગ ૯૦ જેટલા હોમગાર્ડ જવાનો દ્વારા આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરી તમામ હોમગાર્ડ જવાનો હડતાલ પર ઉતરી ગયાની ઘટના બની છે

PSO દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ:PSO સામે કાયદેસરની કાયઁવાહી કરવાની હોમગાર્ડ જવાનો એ કરી માંગ

ત્યારે બીજી તરફ પી.એસ.ઓ. દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રૂપિયા પણ લેતા હોવાના આક્ષેપો વહેતા થવા પામ્યા છે. હડતાલ પર ઉતરેલા હોમગાર્ડ જવાનોએ પી.એસ.ઓ. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે આ બનેલી ઘટનાને પગલે દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ ઘટના કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!