
મહેન્દ્ર ચારેલ, સંજેલી
સંજેલી ખાતે રાજવી પરિવાર દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું.
સંજેલી તાલુકાના ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા ખાતે વર્ષોથી રાજવી પરિવાર દ્વારા હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનતા પ્રમાણે ચારેલ દિનેશ પટેલ દ્વારા લડડું મુકી અને હોલિકા દહન રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી અને હોલિક પ્રગટાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે માંડલી ચોકડી પર અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો.