
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી પંચમહાલ ડીસ્ટ્રીક બેંક બિલ્ડીંગ ભવનનું ચેરમેન જેઠાભાઇ ભરવાડ ના હસ્તે ઉદઘાટન..
સંજેલી તા.31
સંજેલી તાલુકા મથક ખાતે આવેલ પંચમહાલ ડીસ્ટ્રીક બેંક જે ઠાકોર ફળિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં કાર્યરત હતી. પરંતુ બેન્કની જૂની બિલ્ડિંગ ને તોડી નવી બિલ્ડિંગનું બાંધકામ પુર્ણ થતાજ ૩૧ મી ને સોમવારના રોજ આજરોજ પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા રીબીન કાપી અને શુભારંભ કરવામાં આવ્યો હતો. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ડિરેક્ટર મહેશભાઈ ભુરીયા વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ સીઈઓ હરેશ શાહ બેંક મેનેજર સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..