ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ભોરીયા ગામે થી એલસીબી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી જેલભેગો કર્યો..
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયા ગામેથી એક ઈસમ પાસેથી દાહોદ એલ.સી.બી. પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી અન્ય એક ઈસમ વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગરબાડા તાલુકાના માતવા ગામે રહેતો વિજયભાઈ ભુરીયાએ લીમખેડા તાલુકાના ગોરીયા ગામે બીલવાળ ફળિયામાં રહેતો શૈલેષભાઈ વિરસીંગભાઈ ડીડોરને બે વર્ષ અગાઉ દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા. ૨,૦૦૦ રાખવા માટે આપ્યો હતો. શૈલેષભાઈ પાસે દેશી હાથ બનાવટનો તમંચો હોવાની દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૦૩મી ઓગષ્ટના રોજ તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી શૈલેષભાઈની અટકાયત કરી તેની પાસેથી કિંમત રૂા. ૨,૦૦૦ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડી વિજયભાઈ વિરૂધ્ધ પણ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.