લીમખેડામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું સાંસદના હસ્તે ઉદ્ઘાટન 

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા 

 

લીમખેડામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું સાંસદના હસ્તે ઉદ્ઘાટન 

 

લીમખેડા તા.10

જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આગામી તારીખ ૨૦ના રોજ આપણા દાહોદના આંગણે આવી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકવાના હોય ત્યારે આપણી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનોને સરપંચો તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય પોતાના કાર્યકરો ખૂબ સારી સંખ્યામાં દાહોદ ના આંગણે વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત થાય દાહોદના ઇતિહાસમાં દિવ્ય ભવ્ય કાર્યક્રમ સફળ જાય તેના માટે હજારો કાર્યકર્તા કામે લાગ્યા છીએ મહત્વકાંક્ષી જિલ્લો સ્માર્ટ જિલ્લો છે દાહોદના સર્વાંગી વિકાસ માટે આપણે મોદી સાહેબ ના આભારી છીએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે દાહોદ સાસંદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાઈ ભાભોર , મહામત્રી સ્નેહલ ભાઈ ધરીયા લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ લીમખેડા મંડળના પ્રભારી વિનોદભાઈ રાજગોર જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પાર્વતીબેન ડાંગી લીમખેડા મંડળના પ્રમુખ રતનસિંહ રાવત મહામંત્રી રમેશભાઈ મીનામા મહામંત્રી અનિલભાઈ શાહ મોરચાના પ્રમુખ મહામંત્રી તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share This Article