Friday, 29/03/2024
Dark Mode

લીમખેડા મંડળના બીજેપી વોટસઅપ ગ્રુપમાં મહિલા સભ્યના પતિ અને તલાટી કમ મંત્રીએ પંથકમાં યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ…

November 25, 2021
        1250
લીમખેડા મંડળના બીજેપી વોટસઅપ ગ્રુપમાં મહિલા સભ્યના પતિ અને તલાટી કમ મંત્રીએ પંથકમાં યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

 લીમખેડા મંડળના બીજેપી વોટસઅપ ગ્રુપમાં મહિલા સભ્યના પતિ અને તલાટી કમ મંત્રીએ પંથકમાં યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ…

દાહોદ તા.25

ભાજપા લીમખેડા મંડળ ના વોટ્સેપ ગ્રુપમાં ભાજપના જિલ્લા પંચાયત મહિલા સભ્ય ના પતિ અને તલાટી કમ મંત્રી દ્વારા સરકારની સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલયની સહાય ની યોજનામાં અને આવાસ યોજનામાં અરબો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું લખાણ ગ્રુપમાં પોસ્ટ કરતા ગરીબ લાભાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી

ભાજપા લીમખેડા મંડળના વોટ્સેપ ગ્રુપમાં ભાજપના ચીલાકોટા બેઠક ઉપર ચૂંટાયેલા જિલ્લા પંચાયત ના મહિલા સભ્ય શારદાબેન બારીયા ના પતિ તેરસીંગભાઈ બારીયા લીમખેડા તાલુકામાં ભૂતકાળમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા તેઓ દ્વારા સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતી યોજનાઓની ભારોભાર ટીકા કરી હતી ગરીબ લાભાર્થીઓને આવાસ અને શૌચાલય જેવી વિવિધ યોજનાઓમાં મળતી સહાયની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો અરબો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતા ગ્રુપમાં સામેલ તમામ સભ્યો તથા ભાજપના ધારાસભ્ય સહિતના સિનિયર નેતાઓ સરકારની યોજનાઓની ટીકા કરતી પોસ્ટ વાંચીને સ્તબ્ધ થઇ ગયા હતા તો ગ્રુપમાં શેર કરેલી પોસ્ટમાં જણાવ્યા મુજબ સરકારે હંમેશા સબસીડી બંધ કરી દેવી જોઈએ અથવા તો સરકારની મકાન સહાય નો પહેલો હપ્તો લાભાર્થી ફક્ત દારૂ પીવામાં પૂરો કરે છે જ્યારે બીજા સરકારી કર્મચારીઓ માટે નો વારો આવે છે જે બિચારા નિર્દોષ હોય છે છતાં પણ નાછૂટકે હપ્તો આપવા માટે મજબૂત બનતા હોય છે જ્યાંથી ફોટો લાવે ત્યાંથી પરંતુ મકાન પૂરું કર આવા ફોટા નો ઉપયોગ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે આ પ્રકારની ગ્રુપમાં પોસ્ટ શેર કરી સરકારની યોજનાઓમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આડકતરી રીતે ઈશારો કર્યો હતો જ્યારે બીજી પોસ્ટ માટે તેઓએ મોદી સાહેબ ની કોઈપણ યોજના ખરાબ નથી દરેકના ઘરમાં શૌચાલય હોવું જોઈએ આ સપનું પૂર્ણ પ્રજાએ ખરાબ કર્યું કારણકે મફતમાં રેશન કાર્ડ મળ્યું મફતમાં આધાર કાર્ડ મળ્યું અને વળી મફતમાં સોચાલય મળ્યો આ બધી સરકારી યોજનાની દરેક ગામોમાં તપાસ કરવામાં આવે તો અરબો રૂપિયાનું કૌભાંડ કહેવાય કારણ કે સોચાલય નો ઉપયોગ કરવામાં આવતો નથી સોચાલય ની જગ્યા બંધ કરીને કદાચ ગલ્લા પણ ખોલી દેવામાં આવ્યા છે એને શું કરીશું સરકાર નો વાંક નથી અને સરપંચ અને તલાટી કમ મંત્રીનો પણ વાંક નથી વાંક લાભ લેનારા નો છે માટે સીધેસીધું ના આપશો તેટલો માનવી ભિખારી બનવાની કોશિશ કરશે માટે સ્વનિર્ભર ભારતની રચના કરો વંદે માતરમ સરકાર આવી પોસ્ટ લખી ને શેર કરી હતી પ્રજાના મતોથી જિલ્લા પંચાયતના સભ્ય નું પદ મેળવ્યા બાદ સરકારની યોજનાઓનો પ્રજાને મળતો લાભ બંધ કરવો તેમજ સરકારની યોજનાઓ અંતર્ગત મળતી સબસીડી બંધ કરવા માટે કહીને ગરીબ લાભાર્થીઓને સરકારી સહાયો મળતી સહાયો સામે વિરોધ દર્શાવતી જાહેરમાં પોસ્ટ મૂકી ગરીબ પ્રજાનો મળતા લાભો નો વિરોધ કરતા મતદારોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!