Friday, 21/01/2022
Dark Mode

સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલ જંગલમાંથી મળેલી લાશનો ભેદ ખુલ્યું:યુવતીએ પ્રેમસંબંધ આગળ વધારવાની ના પાડતા પ્રેમી યુવાને મિત્રો સાથે મળી યુવતીને મોતને ઘાટ ઉતારી…

November 24, 2021
        4718
સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલ જંગલમાંથી મળેલી લાશનો ભેદ ખુલ્યું:યુવતીએ પ્રેમસંબંધ આગળ વધારવાની ના પાડતા પ્રેમી યુવાને મિત્રો સાથે મળી યુવતીને મોતને ઘાટ ઉતારી…

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલ જંગલમાંથી મળેલી લાશનો ભેદ ખુલ્યું

પ્રેમ સંબંધમાં યુવતીને મળ્યું મોત, પ્રેમીએ ચાકુ વડે હુમલો કરી ગળુ દબાવી પ્રેમીકાની કરી ઘાતકી હત્યા

યુવતીએ પ્રેમસંબંધ આગળ વધારવાની ના પાડતા પ્રેમી યુવાને મિત્રો સાથે મળી યુવતીને મોતને ઘાટ ઉતારી

યુવતીને મળવાના બહાને બોલાવી ચાકુના ઘા મારી હત્યા કરી

બે સગીર મિત્રોની મદદથી યુવતીની લાશને તેની જ એકટીવા પર સંજેલી નજીક ભાણપુરા જંગલમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધી

હત્યારા યુવાન અને તેના બે સગીર મિત્રોની ધરપકડ, ભદ્ર સમાજમાં માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો…

દાહોદ તા.૨૪

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલ જંગલ વિસ્તારમાંથી એક ૧૯ વર્ષીય યુવતીનો ચહેરો બળી ગયેલ હાલમાં લાશ મળી આવતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલે મૃતક યુવતીના પિતા દ્વારા દાહોદના વાંદરીયા ગામે રહેતાં એક યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે યુવકના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે ત્યારે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ ગુન્હામાં એક યુવક સહિત બે બાળ કિશોર મળી ત્રણની અટકાયત કરી યુવકની સઘન પુછપરછ કરતાં યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને આખરે યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં યુવકે તેના બે બાળ કિશોર મિત્રો સાથે મળી યુવતીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાં બાદ પુરાવાઓના નાશ કરવા માટે યુવતીના મોંઢા ઉપર પેટ્રોલ છાંટી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દઈ ફરાર થઈ ગયાં હતાંની પોલીસ સમક્ષ કબુલાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ગતરોજ સંજેલી તાલુકાના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાંથી કૃતિકાબેન નામક ૧૯ વર્ષીય યુવતીની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી. આ મામલે યુવતીના પિતા મહેશભાઈ પ્રતાપભાઈ બરંડા (રહે. ગવર્મેન્ટ કોલોની, જુની પ્રાંત ઓફિસ પાછળ, દાહોદ, મુળ રહેવાસી તા. ભીલોડા, જી. અરવલ્લી) ની ૧૯ વર્ષીય પુત્રી કૃતિકા દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો મેહુલ પરમાર નામક યુવકે અગમ્યકારણોસર કૃતિકાબેનને હત્યા કરીને ઓળખ છુપાવવાના હેતુસર પુરાવાનો નાશ કરવા સારૂં કૃતિકાબેનનો ચહેરો બાળી દઈ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુર ગામે વડલાવાળા જંગલમાં લાશ ફેંકી ફરાર થઈ ગયો હતો.સબબ સંજેલી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુન્હાની ગંભીરતાને લઈ તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.

આ હત્યાને અંજામ આપનાર મેહુલભાઈએ હિંમચંદભાઈ પરમારની પોલીસે અટકાયત કરી તેની સઘન પુછપરછ કરતાં મેહુલભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કૃતિકાબેન અને તેની વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ છેલ્લા બે માસથી મેહુલ સાથે પ્રેમસંબંધ રાખવા કૃતિકાબેને ના પાડતાં મેહુલે કૃતિકાનું કાસણ કાઢવાનું નક્કી કર્યું હતું. મેહુલે તેના બે સગીર મિત્રોની મદદથી કૃતિકાબેનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં રચી કાઢ્યું હતું. ગતરોજ મેહુલ તથા તેના બે સગીર મિત્રો મોટરસાઈકલ લઈ વાંદરીયા ગામે આવ્યાં હતાં. વહેલી સવારના નવેક વાગ્યાના સમયે મેહુલે કૃતિકાબેનને મળવા માટે ફોન કરી બોલાવી હતી. કૃતિકાબેન પોતાનું એક્ટીવા લઈ વાંદરીયા ગામે સાત બંગા નજીક આવ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલે કૃતિકાને પાછળની ભાગે છરી મારતાં કૃતિકાબેન જમીન પર ઢળી પડ્યાં હતાં અને તે દરમ્યાન મેહુલભાઈએ કૃતિકાબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાદ લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. મેહુલે પોતાનું જેકેટ મૃતક કૃતિકાબેનને પહેરાવી પોતાના બે સગીર મિત્રોની મદદથી મૃતક કૃતિકાબેનન એક્ટીવા પર બેસાડી સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર આવ્યાં હતાં. રસ્તામાં જેકોટ, સુથારવાસા નજીક જતાં રોડ ઉપરથી બે બોટલોમાં પેટ્રોલ ખરીદ્યું હતું. મૃતક કૃતિકાબેનને ભાણપુરા જંગલમાં લઈ ગયાં હતાં અને પથ્થરોની વચ્ચે લાશને સંતાડી મૃતક કૃતિકાબેનનેના મોંઢા ઉપર જ્વલશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી સળગાવી એક્ટીવા મોટરસાઈકલ લઈ ત્રણેય નાસી છુટ્યાં હતાં. ઘટના સ્થળ પરથી પોલીસને બેગ તેમજ લોહીવાળુ જેકેટ અને નાના ડોક્યુમેન્ટ પણ ફાંડી તળાવમાં નાંખી દીધાં હતાં.

આમ, ઉપરોક્ત ઘટનાનો ભેદ ઉકેલાતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!