ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડામાં નરેગાના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ બસ ડેપો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીનું પ્રાંત અધિકારીને આવેદન…
લીમખેડા તા.18
લીમખેડામાં આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નરેગા યોજનામાં લેવાતી ટકાવારી લીમખેડા બસ ડેપો ચાલુ કરવા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે લીમખેડા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આજરોજ દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લીમખેડા પ્રાંત કચેરી ખાતે નરેગા યોજનામાં થતા કામોમાં લેવાતી ટકાવારી બંધ કરવા બાબતે મનરેગા યોજનામાં લોકોને રોજગારી આપવા બાબત નવા જોબકાર્ડ વિના મૂલ્ય આપવા માટે તેમજ એક જ સર્વે નંબરમાં વારંવાર સ્ટોન બંધ ચેકડેમ જેવા વધુ કામો ફાળવી બોગસ કામ થતું અટકાવવા આવે બેરોજગારોને રોજગારી આપવા આવે તળાવ ચેકડેમ જમીન સંથલના કામોની મંજૂરી મળવા જોવે અમારા આદિવાસી જિલ્લાના માણસો બહાર કામ અર્થે બહાર જવા પડે છે એ જવાના પડે જેથી કરી અમારા વિસ્તારમાં અમને મંજૂરી મળી રહે તેમજ લીમખેડાના નવીન બસ ડેપો તત્કાલ ચાલુ કરવા માટે તેમજ તેમજ નરેગા ના કર્મચારી પૂરતો ટાઈમ ઓફિસમાં હાજર રહે કર્મચારી દ્વારા પ્રાઇવેટ દુકાનોમાં ભાડે રાખી બારોબાર વહીવટ કરવામાં આવે છે તેમજ મનરેગા કર્મચારીઓ વચોટિયા વહીવટ બંધ કરવા માટે સીધો વહીવટ કરાવો તેમજ નાણાપંચમાંથી સાચા કામ કરવા બાબત લીમખેડા સિંગવડ સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધાઓ પૂરી પાડવી તેમજ લીમખેડા સિગવડ તાલુકાના લોકોને ટોલ ટેક્સ નાણા મુક્તિ માટે તેમજ લીમખેડા નગરમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે તે માટે લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લીમખેડા પ્રાંત કચેરી ખાતે જેથી કરી લીમખેડા તાલુકામાં લેવાતી ટકા વારી તેમજ ભ્રષ્ટાચાર તેમ જ નવીન બસ ડેપો તેમ જ કમૅચારી દ્વારા પ્રાઈવેટ દુકાનો ભાડે રાખી બારો બાર વહીવટ ચાલતો હોવાથી આ મુદા ઓને ધ્યાન મા રાખી આમ આદમી પાર્ટીના કાયકરો દ્વારા લીમખેડા પ્રાન્ત કચેરી ખાતેઆવેદનપત્ર આપવામાં આવ્યું