લીમખેડા નગરમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે દબોચ્યા..

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ, લીમખેડા 

 

લીમખેડા નગરમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને પોલીસે દબોચ્યા..

 

દાહોદ તા.17

 

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય જુગારીઓ પાસેથી અંગ ઝડતી દરમિયાન 12,500 રોકડ રકમ અને 5500 રૂપિયાના મોબાઈલ મળી કુલ 18,200 નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે..

 

 

ગત તારીખ 16/12/2022 ના રોજ લીમખેડા શાસ્ત્રી ચોકના રહેવાસી સંતોષ ભાઈ રસિકલાલ સોની,દેવગઢ બારીયા આગાસવાની ગામના ગુલાબભાઇ મોહનભાઇ સંગાડા,ધાનપુર ગામના દેસીંગ ભલાભાઈ મીનામા,તેમજ લીમખેડા પાલ્લીના ચતુર મંગળા મેડા લીમખેડા નગરમાં કેબીનોની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત ચારેયને ઝડપી પાડ્યા હતા અને અંગ ઝડતી દરમિયાન તેઓની પાસેથી 12,500 તેમજ 5,500 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય જુગારીયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article