
કપિલ સાધુ, સંજેલી
સંજેલી તાલુકાના હીરોલા ગામના વિદ્યાર્થી સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પસંદ થતા સંજેલીનો ગૌરવ વધાર્યું..
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા હીરોલા ગામના MA હિસ્ટ્રી ફાઇનલ વર્ષ માં અભ્યાસ કરતા નિલેશભાઈ કિશોરી આનંદ સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પસંદ થઈ હતી તેમજ MA ફાઇનલ વર્ષ માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા નિલેશભાઈ કિશોરીને આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રોગ્રામમાં નીલેશભાઈ કિશોરીને ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નિલેશભાઈ કિશોરી એ દાહોદ જિલ્લા સહિત સજેલી તાલુકાનું નામ રોશન કર્યું હતું