દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામે બાઈક અને મોપેડ વચ્ચે જોશભેર ટક્કર:બન્ને વાહન ચાલકો ઈજાગ્રસ્ત
એકને નજીકના દવાખાને ખસેડ્યો ત્યારે બીજાને વડોદરા હોસ્પિટલ રીફર કરાયો
ઝાલોદ તા.15
ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામે ક્રોસિંગ પર ગઈ કાલે ઇકો ગાડીએ બે બાઈક ચાલકોને અડફેટમાં લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પીતા પુત્રના મોત નિજયાના બનાવની સહી હજી સુકાઈ નથી ત્યારે આજ જગ્યા પર આજરોજ એક બાઈક અને મોપેડ વચ્ચે જોશભેર ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં બન્ને વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં એકની હાલત ગંભીર જણાતા તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ક્રિટિકલ જણાતા આઇસીયુ ઓન વહીલ એમ્બયુલેન્સ માં વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતઓની વંણથબી વણઝાર જોવા મળી રહી છે વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે વીતેલા ચોવીસ કલાકમાં ચારથી વધુ માર્ગ અકસ્માતઓના બનાવો બનવા પામ્યા છે જેમાં એક બાળક સહીત ચાર લોકો કાળ નો કોળિયો બન્યા છે જયારે આઠ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ગઈકાલે ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામે ઇકો ગાડી તેમજ બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયાના બનાવની સહી હજુ સુકાઈ નથીં ત્યારે આજે પુનઃ એજ જગ્યાએ એક્ટિવા GJ 20 AR 6766 તેમજ GJ 20 BC 0523 નંબરની મોટર સાઇકલ વચ્ચે જોશભેર ટક્કર થતા બન્ને વાહન ચાલકો ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જે પૈકી ફતેપુરા તાલુકાના ખાતરનામુવાડા ગામના રહેવાસી મગનભાઈ અશ્વિનભાઇ ભગોરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અશ્વિન ભગોરાને ગંભીર જણાતા તેને ઝાયડસ હોસ્પિટલની આઇસીયુ ઓન એમ્બયુલેન્સમાં વડોદરા SSG હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જયારે આ બનાવમાં અન્ય ઈજા ગ્રસ્ત કેયુર મોરી નામક વ્યક્તિન પણ હાલ દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે.