ઝાલોદ ખાતે SRP જવાનના ન્યાય માટે સમાજ અગ્રણી દ્વારા આપેલ ધરણા /સત્યાગ્રહનું યોગ્ય ન્યાય મળતા સમાપન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકામાં આવેલ SRP ગ્રુપ 4 પાવડી ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા SRP ગ્રુપ 4 પાવડી ના જ અધિકારી Dy.Sp વિરુદ્ધની અરજી લીમડી પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી. અરજી કર્યાના 20 દિવસ થઈ ગયા હોવા છતાં પણ કોઈજ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઇને SRP કોન્સ્ટેબલ જવાનને યોગ્ય ન્યાય મળે તે માટે લીમડી પોલીસ સ્ટેશનની સામે જ શિરીષભાઈ બામણીયા દ્વારા સમાજના અગ્રણીઓને સાથે લઈને સત્યાગ્રહ/ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સત્યાગ્રહ / ધરણાં પ્રદર્શન તારીખ 11/02/2023 ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને યોગ્ય કાર્યવાહી માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ બાબતે SRP ગ્રુપ 4 પાવડીના અધિકારીઓ સાથે મંત્રણા કરીને SRP કોન્સ્ટેબલને યોગ્ય ન્યાય મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ Dy.Sp વિરૂદ્ધ અરજી કરનાર અરજદાર SRP કોન્સ્ટેબલ જવાનનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તેઓનું સસ્પેન્શન રદ કરીને તેઓની ફરજ ઉપર રાબેતા મુજબ ફૂલ પગારમાં હાજર કરવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી. જે નિર્ણયને SRP કોન્સ્ટેબલ, ગામની પંચ તથા સમાજના આગેવાનોએ આવકાર્યો હતો જેથી તારીખ 11/02/2023 ના રોજ લીમડી પોલીસ સ્ટેશનની સામે SRP કોન્સ્ટેબલ ના ન્યાય માટે સત્યાગ્રહ /ધરણા પ્રદર્શન ચાલુ કરીને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવનાર સામાજિક અગ્રણી શિરીષભાઈ બામણીયા તેમજ તેઓની સાથેના સામાજિક કાર્યકર્તાઓ આગેવાનો સાથે શિરીષભાઈ બામણીયા ને ફૂલો ની માળા પહેરાવી ફટાકડા ફોડીને શિરીષભાઈ બામણીયા તેમજ સમાજ નો ખુબ ખુબ આભાર માનીને ખુશી વ્યક્ત કરીને તારીખ 14/02/2023 ના રોજ મોડી સાંજે સત્યાગ્રહ/ ધરણા પ્રદર્શન નું સમાપન કર્યું હતું.