
રિપોર્ટર :- દક્ષેશ ચૌહાણ
ઝાલોદ તાલુકાના જેતપુર ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રી ગ્રામસભા યોજાઈ..
જેતપુરમાં કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામસભા યોજાઈ.
ઝાલોદ તા.06
દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાના જેતપુર ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રી સભા યોજવામાં આવી જેમાં વિવિધ વિભાગોની કામગીરી, વિકાસના કામો, ગામના પ્રશ્રો ની ચર્ચાઓ તેમજ વિધવા બહેનો અને વૃધ્ધો ને સહાય હુક્મ, Pmjay કાર્ડ લાભાર્થીને આપવામાં આવ્યાં હતાં
ઝાલોદ તાલુકાના જેતપુર ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રી સભા યોજવામાં આવી જેમાં દાહોદ જીલ્લા કલેકટર ઝાલોદ પ્રાંત અધિકારી ઝાલોદ મામલતદાર સહિતનાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની ચર્ચાઓ કરી અને ગામના વિકાસનાં કામો , ગામજનો ને પડતી મુશ્કેલીઓ અને ગામનાં પ્રશ્નો ની ચર્ચાઓ ગામજનો સાથે કરવાંમાં આવી
જેમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાંવિધવા બહેનો અને વૃધ્ધો ને સહાય હુક્મ, Pmjay કાર્ડ લાભાર્થીને આપવામાં આવ્યાં હતાં જેમાં દાહોદ જિલ્લા ક્લેક્ટર ડૉ હર્ષિત ગોસાવી અને ઝાલોદ પ્રાંત અધિકારી આર આર ગોહેલ, ઝાલોદ મામલતદાર એ.પી ઝાલા સહિતના પદાધિકારીઓ તેમજ ગામજનો રાત્રી સભામાં ઉપસ્થિતિ રહ્યા હતાં