ગરબાડા નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ (ઇદ ઉલ ફિત્ર)ની ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રીપોર્ટર : રાહુલ ગારી ગરબાડા

 

ગરબાડા નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ (ઇદ ઉલ ફિત્ર)ની ઉજવણી કરવામાં આવી.

 

ગરબાડા પોલીસ દ્વારા જુમ્મા મજીદ સહિત સંપૂર્ણ નગરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

 

આજે તારીખ 3 મે 2022 ના રોજ ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા નગર ના મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.પવિત્ર રમજાન માસમાં 30 રોઝા પૂર્ણ કરીને ગરબાડા નગરના મુસ્લીમ સમાજના લોકોએ ગરબાડા જુમ્મા માજિદ ખાતે પહોંચીને ઈદ-ઉલ-ફિત્ર ની નમાજ અદા કરી ને એકબીજાને ગળે મળીને રમજાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી. જેમાં આજે દાહોદ જિલ્લા SP તથા DYSP દ્વારા રમજાન ઈદના તહેવારને અનુલક્ષીને ગરબાડા નગર ની મુલાકત લીધી હતી અને પોલીસ દ્વારા જુમ્મા મજીદ સહિત સંપૂર્ણ નગરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

 

Share This Article