Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ગામે અગાઉ થયેલા ઝઘડાની 27 લોકોના ટોળાએ ઈટના ભઠ્ઠા પર ધસી આવી ધીંગાણું મચાવ્યું:ઓફિસ તેમજ ટ્રકોમાં તોડફોડ, ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

May 2, 2022
        532
દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ગામે અગાઉ થયેલા ઝઘડાની 27 લોકોના ટોળાએ ઈટના ભઠ્ઠા પર ધસી આવી ધીંગાણું મચાવ્યું:ઓફિસ તેમજ ટ્રકોમાં તોડફોડ, ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ગામે અગાઉ થયેલા ઝઘડાની 27 લોકોના ટોળાએ ઈટના ભઠ્ઠા પર ધસી આવી ધીંગાણું મચાવ્યું:ઓફિસ તેમજ ટ્રકોમાં તોડફોડ, ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

 

દાહોદ તાલુકાના રળીયાતી સાંગા ફળિયામાં અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી ત્રણ મહિલા સહીત 27 લોકોના ટોળાએ ઈટના ભટ્ટા ઉપર મારક હથિયારો સાથે ઘસી આવી ઈટના ભટ્ટા પર કામ કરતા ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી ઓફિસમાં તેમજ સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી ઈટના ભટ્ટા પર વાહનોમાં તોડફોડ કરી એક વ્યક્તિના કાચા મકાનમાં તોડફોડ કરી ધીંગાણું મચાવ્યાનું જાણવા મળેલ છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર રળીયાતી સાંગા ફળિયાના રહેવાસી (૧ ) રામુ મગન માવી ( ૨ ) પરસુ હુમલા માવી ( ૩ ) રોહીત કાળીયા માવી ( ૪ ) સુનિલ ખીમા માવી ( ૫ ) અક્ષય રમણ માવી ( ૬ ) નરેન્દ્ર રામુ માવી ( ૭ ) સંજય સુમન માવી ( ૮ ) ઈન્ટુ પરસુ માવી ( ૯ ) પિન્ટુ સમસુ માવી ( ૧૦ ) જવસીંગ રાકેશ માવી ( ૧૧ ) અમરસીંગ રમેશ માવી ( ૧૨ ) દિલીપ મોસી માવી ( ૧૩ ) વિપુલ સમસુ માવી ( ૧૪ ) મેહુલ દિનેશ માવી ( ૧૫ ) રાકેશ જવસીંગ માવી ( ૧૬ ) રાજેશ ભીમા માવી ( ૧૭ ) સાગર રમેશ માવી ( ૧૮ ) સુનિલ કાળુ માવી ( ૧૯ ) સુભાષ જવસીંગ માવી ( ૨૦ ) જોગા બચુ માવી ( ૨૧ ) ગોવિંદ રમેશ માવી ( રર ) મહેશ જવીંગ માવી ( ૨૩ ) ખીમા હુમલા માવી ( ૨૪ ) ભીમા હુમલા માવી તથા ત્રણ મહીલાઓ સહીત 27 લોકોનું ટોળું મારક હથિયારો સાથે સુજ્જજ થઈ ઈટના ભટ્ટા ઉપર આવી અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી ઈટના ભટ્ટા પર આવી જુલકરનેન નામક ઈસમને માથાના ભાગે લોખંડની પાઈપ મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ઉપરોક્ત ટોળાએ ઈટના ભટ્ટાની ઓફિસમાં તોડફોડ કરી કામ કરતા ગોરસીંગભાઈ દુધાભાઈ ભુરીયા ઝેરફાના નાદીરમીયા અન્સારીને માર મારી સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ટોળાએ ઈટના ભટ્ટામાં લાગેલા હેલોજન તેમજ ટ્રકોના હેડલાઈટ તેમજ કાંચ તોડી ઈટના ભટ્ટામાં સંજયભાઈ દુધિયાભાઈ પરમારનાં કાચા મકાનમાં તોડફોડ કરી આ જમીન અમારી છે અમે અહીંયા ઈટ બનાવવા નહી દઈએ તેમ કહી ટોળાએ ધીંગાણું મચાવ્યું હતું આ બનાવ સંબંધે ઈટના ભટ્ટા ના માલિક ઇમરાન અબ્દુલરહીમ સાજી એ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલીસે મારકૂટ તોડફોડ અને ધીંગાણા સંબંધે ઉપરોક્ત તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!