
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા HP પેટ્રોલ પંપ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં 108 ના કર્મચારી ઓ દ્વારા પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું પાડી અકસ્માત માં મૃત્યુ પામેલ ના પરિવાર ને ચીજ વસ્તુઓ પરત કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ ગરબાડા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ નજીક બસ અને બાઈકચ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને ૧૦૮ મારફતે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
જે ઘટનામાં 108 ના કર્મચારીઓ પ્રમાણિકતાને ગુંજ ગરબાડા હેડ ઓફિસમાં સંભળાય છે
જે અકસ્માતમાં મૃતકના ખિસ્સા માંથી મળી આવેલ 120 રૂપિયા રોકડા તથા ૧૫થી ૨૦ હજારનું હાથમાં પહેરવાનું ભોર્યુ અને તેના લોકરની ચાવી સહિત એક ઘડિયાળ મળી આવી હતી
જે .108 ના ઇ એમ ટી ના ઈમરજન્સી સેવાના કર્મચારી નરેશભાઈ દેવડા અને રમેશભાઈ વહોનીયા દ્વારા પરિવાર જનો સીધો સંપર્ક કરીને મૃતક પાસેથી મળી આવેલ 120 રૂપિયા રોકડા કરતાં ૧૫ થી ૨૦ હજારનું હાથમાં પહેરવાનું ચાંદી નું ભોર્યુ અને ઘરના લોકરો ની ચાવી તથા ઘડિયાળ ગરબાડા પોલીસની હાજરીમાં પરિવાર જનોને આપીને એક ઉમદા સર્વશ્રેષ્ઠ પ્રામાણિકતાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું
જેમાં મૃતકના પરિવારના લોકો દ્વારા 108 ના કર્મચારી નો આભાર માન્ય હતો