Monday, 18/10/2021
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર….ગરબાડા નગરમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ,એકનું ઘટનાસ્થળે મોત

June 24, 2021
        605
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર….ગરબાડા નગરમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ,એકનું ઘટનાસ્થળે મોત

રાહુલ ગારી :- જેસાવાડા 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર….ગરબાડા નગરમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ,એકનું ઘટનાસ્થળે મોત

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતી બીજી એક મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતાં સામેની મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૩મી જુનના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ ગરબાડા નગરના ગાંગરડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલાં ગરબાડા નગરના રોહિતવાસ ખાતે રહેતાં અરવિંદભાઈ પુંજાભાઈ ચાવડાની મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ જાેશભેર અથડાવતાં અરવિંદભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ગરબાડાના રોહિતવાસ ખાતે રહેતાં રાજુભાઈ પુંજાભાઈ ચાવડાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!