
રાહુલ ગારી, ગરબાડા
તાલુકા પંચાયત ગરબાડા ખાતે આંગણવાડીના કાર્યકર્તાઓની મુખ્ય સેવિકામાં બડતી કરવા માટે મીટીંગ યોજાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા પંચાયત કચેરીના હોલમાં પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ગરબાડા ઘટક ૧-૧૬૦ તથા ઘટક ૨-૧૩૩ આંગણવાડી વર્કરની કાર્યકર માટે મુખ્ય સેવિકામાં ભરતી કરવા માટે બેઠક યોજાઈ હતી જેમાં ગરબાડા તાલુકા પંચાયત માં જિલ્લા પંચાયતના સ્ટાફ દ્વારા સચોટ મુખ્ય સેવિકા ની પસંદગી થાય તે અંતર્ગત ડોકયુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી કરવામાં આવી હતી તેમજ ડિસ્ટિક PSE ઇન્સ્ટક્ટર દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વર્કર બહેનોને વિવિધ સૂચનો નો કરવામાં આવ્યા હતા અને PSE મેનેજમેન્ટ સિસ્ટમ વિશે સમજૂતી આપી NNM અંતર્ગત મંગળવાર ની ઉજવણી અને મમતા સેશન તેમજ વજન ઊંચાઈ અને પોષણ ટેકર એપ્લિકેશન અંગે વિવિધ સૂચનો પણ કર્યા હતા