
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનદારોના શોપ મેનેજરોની યોજાયેલી મીટીંગ
મામલતદાર કચેરીમાં મામલતદાર પી.એન પરમાર.ની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગ
બાયસેગ પ્રોગ્રામનો આયોજન હેઠળ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રી દુકાનદારોને સંબોધન કરશે તે માટેની માહિતીગાર કરવામાં આવ્યા
ફતેપુરા તા.30
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર પી એન પરમાર ની અધ્યક્ષતા માં સરકાર માન્ય પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવના દુકાનદારો શોપ મેનેજર ને મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં ફતેપુરા તાલુકાના પુરવઠા નાયબ મામલતદાર ડીંડોર અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા આગામી તારીખ ૩ ઓગસ્ટના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દાહોદ જિલ્લાની મુલાકાતે આવવાના હોય તેમજ બાયસેગ પ્રોગ્રામનું આયોજન હેઠળ વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી દુકાનદારોને સંબોધન કરવાના હોય સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ને હાજર રાખવા માહિતી આપવામાં આવેલ હતી તેમજ સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર તારીખ 31 7 2021 ના રોજ વ્યાજબી ભાવની સંભવિત દુકાનોને મુલાકાતનું આયોજન કરેલ હોય તથા આકસ્મિક રીતે તાલુકા ની કોઈપણ દુકાન ની મુલાકાત કરે તેવી સંભાવના હોય દરેક દુકાનદાર શ્રી તેની પૂર્વ તૈયારી માટે માહિતી આપવામાં આવી તેમજ આદિવાસી ટાઇગર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે જેથી દુકાનદાર શ્રી દ્વારા ફરજિયાત ગ્રાહકોને ઓન લાઈન કુપનો આપવા માટે મામલતદાર શ્રી દ્વારા સખત તાકીદ કરવામાં આવી તેમજ 7 ઓગસ્ટ ના રોજ ગરીબ ઉત્કર્ષ દિનની ઉજવણી કરવાની થાય છે તે રોજ દરેક દુકાનદાર શ્રી PMGKAY એ જથ્થા નું ફરજિયાત વિતરણ કરવાનું રહેશે.તેમજ દરેક દુકાન પર PMGKAY યોજનાનું બેનર તથા દુકાનનું વિગત દર્શાવતું બોર્ડ લગાવવાનું રહેશે તેમજ ચોમાસાની ઋતુમાં મુકાયેલ અનાજમાં પાણીના ઉતરે અને અનાજનો જથ્થાનો બગાડ ન થાય તેની તકેદારી રાખી દુકાનદાર શ્રી દુકાન ને યોગ્ય સાફ – સફાઈ કરવાની રહેશે વગેરે માહિતી દુકાનદાર શ્રીઓ ને આપવામાં આવેલ હતી