Monday, 26/07/2021
Dark Mode

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હ્રદયમાં 18 મીમીનું કાણું હોવા છતાં મહિલાના સ્તનમાંથી કેન્સરની ગાંઠ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ

July 17, 2021
        498
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હ્રદયમાં 18 મીમીનું કાણું હોવા છતાં મહિલાના સ્તનમાંથી કેન્સરની ગાંઠ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સફળ ઓપરેશન : દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હ્રદયમાં 18 મીમીનું કાણું હોવા છતાં મહિલાના સ્તનમાંથી કેન્સરની ગાંઠ કાઢવામાં આવી

જોખમ હોવા છતાં તબીબોની ટીમે સફળ ઓપરેશન કરતાં ગરીબ દર્દીના લાખો રુ. બચ્યા

દાહોદ તા.17

દાહોદની સરકારી ઝાયડસ હોસ્પીટલ હવે ગરીબો માટે સંજીવની સાબિત થઇ રહી છે. કારણ કે હવે આ હોસ્પિટલમાં મોટા મોટા ઓપરેશન પણ શઇ રહ્યા છે. હાલમાં જ એક મહિલાને હ્રદયમાં કાણું હતુ અને તેની સાથે કેન્સરની ગાંઠ પણ હતી. તેમ છતાં તેનુ ઓપરેશન આ જ હોસ્પીટલમાં કરી દેવામાં આવ્યુ છે અને તેની તબિયત હવે સ્થિર હોવાનુ જાણવા મળ્યુ છે.

દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ હવે અદ્યતન બનવા જઇ રહી છે.એક બિલ્ડીંગ 7 માળનું શરુ થઇ ચુક્યુ છે ત્યારે વિવિધ પ્રકારની આરોગ્ય સેવા પણ ગરીબ દર્દીઓને મળી રહી છે.કોવિડની હોસ્પિટલ પહેલેથી જ જુદી રાખવામાં આવી છે તેમ છતાં કેટલાક દર્દીઓ સારવાર લેવા આવતા ગભરાતા હતા પરંતુ હાલમાં ગાડી પાટે ચઢી ગઇ છે અને રોજના 700 થી 800 દર્દીઓની ઓપીડી ચાલુ થઇ ગઇ છે.

આ હોસ્પીટલમાં જટિલ ઓપરેશનો પણ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં એક કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી ત્યાર બાદ એક દર્દીની કીડનીમાંથી સાગમટે 14 જેટલી પથરી કાઢવામાં આવી હતી. નાના મોટા ઓપરેશન તો રોજ બરોજ થઇ રહ્યા છે ત્યારે એક 45 વર્ષિય મહિલાને સ્તન કેન્સર હતુ અને તેને જન્મજાત હ્રદયની બીમારી પણ હતી.કારણ કે તેના હ્રદયમાં 18 મીમીનું કાણું પણ હતુ. જેથી ઓપરેશન કરવુ અઘરુ હતુ.જેથી દર્દીને કોઇ પણ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં જવાની સલાહ આપવામાં આવી પરંતુ દર્દી અને તેના સંબંધીઓએ અહીં સારવાર કરવા જણાવ્યુ હતુ.છેવટે તેનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યુ.

ડો.કમલેશ ગોહિલ,ડો.રાહુલ પરમાર,ડો. અમી ચાોહાણ,ડો.જયેશ વાઘેલા અને ડો.ધર્મેશ ગોહિલની ટીમે દર્દીનુ સફળ ઓપરેશન કરીને કેન્સરની ગાંઠ કાઢવામાં સફળતા મેળવી હતી.હાલ માત્ર 45 વર્ષિય આ આદિવાસી મહિલાની તબિયત સ્થિર છે. આમ આવનાર સમયમાં હોસ્પીટલમાં વધુ સારી સારવાર સ્થાનિક કક્ષાએ મળશે ત્યારે ગરીબોને લાભ થશે તેમ લાગી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!