
યાસીન ભાભોર :- ફતેપુરા
વલુંડી પ્રાથમિક શાળા ખાતે ફતેપુરાના પી.એસ.આઇ ના અધ્યક્ષ સ્થાને શાળાનો પરિણામોત્સવ અને વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા તા.29
આજરોજ ફતેપુરા તાલુકાની વલુંડી પ્રાથમિક શાળા(સરકારી)ખાતે ફતેપુરા PSI જી કે ભરવાડના અઘ્યક્ષ સ્થાને ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ તેમજ શાળાનો પરિણામોત્સવ યોજાયો હતો.જેમાં ઉપસ્થિત PSI ફતેપુરા દ્વારા બાળકોને વધુ અભ્યાસ માટે તત્પર બનવા અને સફળતા મેળવવા માટે તનતોડ પ્રયાસો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.તેમજ શાળામાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા તેજસ્વી
તારલાઓનું સન્માન તેમજ અભિવાદન શાળા દ્વારા ફતેપુરા PSI હસ્તે કરાવવામાં આવ્યું હતું.શાળા દ્વારા બાળકોને ચા નાસ્તો કરીને મો મીઠું કરાવી વિદાય આપવામાં આવી હતી.શાળાના વરિષ્ઠ શિક્ષિકા માલતીબેન દ્વારા ધોરણ 8 ના બાળકોને પેનની ભેટ આપીને ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.વલુંડી પ્રાથમિક શાળા દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરાતા બાળકો તેમજ ગ્રામજનોમાં શાળા માટે ગૌરવની લાગણી જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન પણદા અને વિધીબેન કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાનો તમામ સ્ટાફ,કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.