યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા હોળી ચકલા વિસ્તારનો બહુ ચર્ચિત ગટર વિવાદનો મામલો:આખરે પોલીસ પ્રોટેક્શન સાથે ગટર બનાવવાની કામગીરી શરૂ કરાઇ.
ફતેપુરા તા.23
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે હોળી ચકલા વિસ્તારમાં બહુ ચર્ચિત ગટર વિવાદનો મામલો છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી આ વિવાદ ચર્ચા ને ચગડોળે ચડેલો છે.
ફતેપુરા નગરના હોળી ચકલા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરો ઉભરાવાના કારણે ફળિયામાં થતા બારે માસ થતા કીચડ બાબતે ફળિયાના રહીશોએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરીને ફળિયામાં થતા કીચડને દૂર કરવા બાબતે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી.જેના પગલે વહીવટી તંત્ર દ્વારા આ ફળિયામાં રોડની બંને સાઈડે ખુલ્લી ગટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ફળિયાના કેટલાક રહીશોએ આ કામગીરીનો વિરોધ દર્શાવીને આ કામગીરી અટકાવી દીધી હતી.ત્યારબાદ ફળિયાના રહીશોએ ફળિયાના તમામ રહીશોની સહીઓ કરીને સંમતિ દર્શાવીને આ ફળિયામાં ગટર બનાવવા માટે ફરીથી વહીવટી તંત્રને રજૂઆત કરી હતી જેના પગલે વહીવટી તંત્ર દ્વારા આગમચેતી વાપરીને આ ફળિયામાં ગટરની કામગીરી શરૂ કરતાં પહેલાં પોલીસ પ્રોટેકશન ની માંગણી કરવામાં આવી હતી અને આ કામગીરી અટકાવનાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.જેના પગલે આજે તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ ફતેપુરા નગરના હોળી ચકલા વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે રોડની બંને સાઇડોમાં ગટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.