
રિપોર્ટર:-યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયનની ફતેપુરા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મનરેગા કામદાર યુનિયનના મંત્રી ભરત પારગીના અધ્યક્ષ સ્થાને મનરેગા યોજના હેઠળના કામદાર યુનિયન ના તાલુકા સ્તરના સભ્યો અને કારોબારી સભ્યોને બેઠક યોજાઈ.
જેમાં ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોના 60 થી વધુ કામદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધરાવતા કામદારોને ગામમાં રોજગારી મેળવવા માટે અને લાભાર્થી ખેડૂતોને પોતાના સર્વે નંબરોમાં સિંચાઈના સ્તર ઊંચા આવે તે હેતુસર વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજની આ કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમો નક્કી કરી રજૂઆતો કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું