
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં લાલા લજપતરાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.
લાલા લજપતરાયમાં રહેલા ગુણો,દેશભક્તિ,રાષ્ટ્ર ભક્તિ વિશે બાળકો જાણતા થાય અને જીવનમાં ઉતારી પ્રેરણા મેળવે તે હેતુથી ઉજવણી કરાઈ.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં લાલા લજપતરાયની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.દેશ નેતાઓ અને દેશભક્તોને જન્મ જયંતી ની ઉજવણી કરવાનો હેતુ બાળકોમાં તેમનામાં રહેલા ગુણો વિશે જાણે, તેમની દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ વિશે બાળકો જાણતા થાય અને તે ગુણો પોતાના જીવનમાં ઉતરે અને તેમના માંથી પ્રેરણા મેળવી અને દેશ માટે અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના વિકસે એ હેતુથી ઉજવણી કરવામાં આવી હતી.જે શિક્ષણ કાર્યને અસર ન થાય એ રીતે તમામ જન્મદિનની ઉજવણી શાળા સમય બાદ કરવામાં આવે છે. જેના ભાગરૂપે લાલા લજપતરાયના જીવન ચરિત્ર,તેમના બાળપણ,તેમના શિક્ષણ અને તેમનામાં રહેલી રાષ્ટ્રભાવના,દેશભક્તિ જેવા ગુણોની માહિતી બાળકોને આપવામાં આવી હતી.સાથે નિબંધ લેખન સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા અને લાલા લજપતરાયના ચિત્ર દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.