Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ખાતે બલેનો ગાડીના ચાલકે અકસ્માત સર્જતા રાહદારી વૃદ્ધનો પગ ભાંગ્યો.

September 29, 2022
        1333

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ખાતે બલેનો ગાડીના ચાલકે અકસ્માત સર્જતા રાહદારી વૃદ્ધનો પગ ભાંગ્યો.

બલેનો ચાલકે વૃદ્ધને અડફેટમાં લીધા બાદ ઇલેક્ટ્રીક થાંભલે ટક્કર વાગતા ઈલેક્ટ્રીક થાંભલો પણ ભાગ્યો.

સુખસર,તા.29

 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકો બેફામ બનતા દિનપ્રતિદિન નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેમાં આજરોજ બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે હાઈવે માર્ગ ઉપર બલેનો ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી સાંજના ચારેક વાગ્યાના અરસામાં અકસ્માત સર્જતા એક આશરે 50 વર્ષીય વૃદ્ધને અડફેટમાં લઈ પગે ગંભીર પહોંચાડી ઇલેક્ટ્રીક થાંભલાને ગાડીની ટક્કર વાગતા ઈલેક્ટ્રીક થાંભલો પડી જવા પામ્યો હતો.જમીન નસીબ જોગે વધુ જાન હાની થતી ટળતાં હશકારો થયો હતો. અકસ્માત બાદ બલેનો ચાલક પોતાના કબજાની ગાડીને સ્થળ પર છોડી ભાગી છૂટ્યો હતો.

 જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગથી ફતેપુરા જતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં બલેનો ગાડી નંબર જીજે-16 બીએન-7477 ના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ભરી રીતે હંકારી ફતેપુરા બાજુ જઈ રહ્યો હતો.તેવા સમયે ચીખલી ગામના ધુળાભાઈ રૂપાભાઈ ડીંડોર ઉંમર વર્ષ આશરે 50 વર્ષ નાઓ સુખસરથી પગદંડી પોતાના ઘરે ચીખલી ગામે જઈ રહ્યા હતા.તેવા સમયે બલેનો ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધુળાભાઈ ડિંડોરને અડફેટમાં લીધા હતા.જેમાં ધુળાભાઈને ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે. નસીબ જોગે આ કાર નજીકમાં આવેલ દુકાનમાં ઘૂસી ગઈ હોત તો અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થવાની શક્યતા હતી.પરંતુ લોખંડના ઈલેક્ટ્રીક પોલથી આ ગાડી રોકાઈ જતા જાનહાની ટળી હતી. અકસ્માત નોતરી બલેનો ચાલક પોતાની ગાડીને સ્થળ ઉપર છોડી ભાગી છુટ્યો હોવાનું પણ જાણવા મળે છે. તેમજ અકસ્માતનો નોતરનાર બલેનો ગાડી સુખસરની હોવાનું જાણવા મળે છે.

ઇજાગ્રસ્ત ધુળાભાઈ ડીંડોરને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સને કોલ મળતા પાયલોટ રાજપાલસિંહ ચૌહાણ તથા ઇએમટી લીલાબેન વાગડીયાનાઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઓથોપેડિક હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

અહીંયા જણાવવું જરૂરી છે કે,જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યાં નજીકમાં શાળા તથા કોલેજ આવેલી છે.અને જો શાળા-કોલેજ છૂટતા સમયે આ અકસ્માત સર્જાયો હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત તેવું અકસ્માત સ્થળ ઉપર ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું હતું.અકસ્માત ગ્રસ્ત બલેનો ગાડીનો સુખસર પોલીસે કબજો મેળવ્યો હોવાનું જાણવા મળે છે.અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધના પરિવારે તથા એમજીવીસીએલ દ્વારા બલેનો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!