ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા
વિધાનસભાની ચૂંટણીનો કાઉનટાઉન શરૂ..ફતેપુરામાં કોંગ્રેસના નેજા હેઠળ યુવા પરિવર્તન યાત્રા નીકળતા મોટી સંખ્યામાં યુવાનો જોડાયા..

ફતેપુરા નગરમાં કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રા નીકળી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે દરેક પાર્ટીએ પોત પોતાની પાર્ટી નો પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધો છે એન કેન પ્રકારે પોતાની પાર્ટીનું વર્ચસ્વ જમાવવા માટે તથા પોતાનુ સ્થાન મજબૂત કરવા ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે 129 વિધાનસભા મત વિસ્તારમાં આજે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ દ્વારા ઉમરગામ થી અંબાજી સુધી યુવા પરિવર્તન યાત્રા કાઢવાના હોય ત્યારે આ યાત્રા ફતેપુરા માંથી પણ પસાર થવાની હોય ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોંગ્રેસનું કામ બોલે છે તેવા સ્લોગન સાથે કોંગ્રેસના કામકાજનું વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારે ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી યાત્રાને લઇ પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
