
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના જવેસી ગામે આઠમા તબક્કાના સેવા સેતુ ના કાર્યક્રમ યોજાયો…
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના જવેસી ગામ પ્રાથમિક શાળામાં સેવા સેતુ નો આઠમા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં 17 ગામોના સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીતાબેન ડામોર ફતેપુરા મામલતદાર શ્રી આર પી ડીંડોર સામાજિક કાર્યકર્તા નરેન્દ્રભાઈ ડામોર નાયબ મામલતદાર પુરવઠા એસ.એમ ચૌધરી નાયબ મામલતદાર મધ્યાન ભોજન સરપંચ શ્રી ઓ તેમજ મોટી સંખ્યા અરજદારો તેમજ ગ્રામજનો તથા સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર તમામ પ્રકારની અરજદારોને સેવા મળી રહે તે વિભાગના કર્મચારીઓને અધિકારીઓ હાજર રહ્યા હતા સેવા સેતુ કાર્યક્રમ આવક ના દાખલા જાતિના દાખલા આધારકાર્ડ રેશનકાર્ડ માં નામ દાખલ રેશનકાર્ડ માં નામ કમી નામ સુધારા વગેરે સેવા સેતુ લગતી 1073 અરજીઓ મળેલ હતી જે તમામ 1073 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતો સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી તમામ કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર પુરવઠા એસ.એમ ચૌધરીએ કરેલું હતું.
8 તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમમાં સમાવેશ ગામોની યાદી
જવેસી પાટડીયા આફવા મારગાળા હિંડોળીયા ઝાબ પૂર્વ પાર્ટી કંથાગર સાગડાપાડા વાકાનેર કુંડલા ખાતર પૂરના મુવાડા માનાવાલા બોરીદા હિંગલા ઘણી ખુટ હડમત મોટા નટવા