
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે બોલ મારી અંબે જય જય અંબે ના જયઘોષ સાથે જય અંબે યુવક મંડળ પગપાળા સંઘ અંબાજી જવા માટે રવાના…
જય અંબે યુવક મંડળ પગપાળા સંઘ મોટીરેલ (પુર્વ) તા-ફતેપુરા.થી અંબાજી જવા રવાના થયા
જય અંબે યુવક મંડળ પગપાળા સંઘ મટીરીયલ 191 ગજની ધજા અંબાજી માતાના મંદિરે ચડાવશે
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના જય અંબે યુવક મંડળ પગપાળા સંઘ ખેડા ફળિયાના મોટીરેલ પુર્વ ગામ થી તારીખ 31 8 22 ને બુધવારના રોજ શ્રી સંગાડા રમેશભાઈ જગાભાઈ તથા શ્રી સંગાડા સંતોષભાઈ હિરાભાઈ ની આગેવાની માં શ્રી વિકેશભાઈ સંતુભાઈ બારીયા ઘુઘસ થી અંબેમાના ચરણોમાં માં 151 ગજ ની ધજા ચઢાવવા માટે મોટીરેલ પુર્વ થી નિકળી ને અંબાજી જવા માટે રવાના થયા છે. આ સંઘ પાંચ દિવસ નિ પદયાત્રા કરી ને અંબાજી પહોચશે.