
બાબુ સોલંકી, સુખસર/ શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય અને દંડક રમેશભાઈ કટારાએ અંબાજી મંદિરે 52 ગજની ધજા ચડાવી.
ભટ્ટજી મહારાજ ની ગાદી પર રક્ષા કવચ બંધાવી આશિર્વાદ મેળવ્યા.
સુખસર,તા.16
ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા અને ફતેપુરા વિધાન સભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંગળવારના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરે 52 ગજની ધજા ચડાવી હતી.અને પરિવાર સહિત મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અને ભટ્ટજી મહારાજની ગાદી પર રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.