
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં પૂર્વ સંસદના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તા.15
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે 75 સ્વતંત્ર પર્વ દીવસ ની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વ કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ માનનીય શ્રીમતિ ડૉ. પ્રભાબેન તાવિયાડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પ્રસંગ ને અનુરૂપ તેઓએ પ્રવચન આપ્યું હતું જેમાં ફતેપુરા નાં વડીલો
શહેરીજનો તેમજ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતા પૂર્વ ઉપપ્રમુખ શ્રી રજાકભાઈ પટેલ બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહત આપ્યું હતું, શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા, શ્રી રમેશભાઈ, શ્રી સંજયકુમાર વગેરે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળા ના બાળકો વિવિધ દેશભક્તિ ના ગીતો ગાયા હતા અને ડાન્સ જેવા કાર્યક્રમ રાખવાંમાં આવ્યાં હતા. અને શાળાના આચાર્ય શ્રી જે. આર. પટેલ તેમજ શાળા નાં તમામ સ્ટાફ દ્વારા ઉત્સાહ પૂર્વક વાતાવરણમાં 75 સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.