
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના વાંસીયાકુઇ ખાતે વાગ્ધારા સંસ્થા દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશેની જાણકારી માટે એક દિવસીય કિસાન પરામર્શ કાર્યશાળાનું આયોજન કરાયું.
સંસ્થા દ્વારા બી ફોર ટી ડબલ્યુ પરિયોજના અંતર્ગત ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને પરંપરાગત ખેતી પ્રણાલી વિષય ઉપર ચર્ચા કરવામાં આવી.
સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતી ના ફાયદા અને જંતુનાશક દવાઓની જગ્યાએ જીવામૃત,ધન જીવામૃત અને દસપર્ણી,નીમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર જેવી દવાઓ ઘરે બનાવી ખેતીમાં ઉપયોગ કરવા માહિતી અપાઇ.
સુખસર,તા.22
આજરોજ વાગધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે બી,ફોર,ટી ડબલ્યુ પરિયોજના અંતર્ગત ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને પરંપરાગત ખેતી પ્રણાલી વિષય પર એક દિવસીય કિસાન પરામર્શ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.વાગ્ધારા સંસ્થાના કાર્યક્રમ અધિકારી ગિરીશભાઈ પટેલ દ્વારા આજુબાજુ ગામના ઉપસ્થિત ખેડૂતોને વાગ્ધારા સંસ્થાના ટીમ લીડર પ્રશાંતભાઈ તથા આત્મા પરિયોજના- દાહોદના પ્રતિનિધિ હાર્દિકભાઈ મછાર તથા ઝાલોદ પ્રગતિ ફાઉન્ડેશનના પ્રતિનિધિ ફારૂકભાઇ તથા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લલિતાબેન નુ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.તથા વાગ્ધારા સંસ્થાનો પરિચય અને વાગ્ધારા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો જેવા કે, સાચીખેતી, સાચું બચપણ અને સાચા સ્વરાજ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.વાગ્ધારા સંસ્થાના ટીમ લીડર પ્રશાંતભાઈએ પ્રાકૃતિક ખેતી જેવા કે જળ ,જંગલ ,જમીન, જાનવર અને બીજ ઉપર વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી.અને કાર્યક્રમમાં ઉપસ્થિત આત્મા પરિયોજના દાહોદના પ્રતિનિધિ હાર્દિકભાઈ મછારે આદિવાસી સમુદાય અને પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાય અને તેના ફાયદા પ્રાકૃતિક ખેતીના ફાયદા અને રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાઓની જગ્યાએ જીવામૃત ,ધન જીવામૃત અને દસ પર્ણી નિમાસત્ર ,બ્રહ્માસ્ત્ર જેવી દવાઓ ઘરેજ બનાવીને ખેતરોમાં ઉપયોગ કરવા માટે ભલામણ કરી હતી.સાથે પ્રકૃતિ ફાઉન્ડેશન-ઝાલોદના પ્રતિનિધિ ફારૂકભાઇએ ખેડૂતો માટે કિસાન ઉત્પાદક સમિતિ એફપીઓ બાબતે જાણકારી આપી હતી. તેમજ ખેડૂતો માટે ફસલ વીમા યોજના માટે વિસ્તાર પૂર્વક જાણકારી આપી વાસીયાકૂઈ ગ્રામ પંચાયતના આસપાસના ગામોમાંથી એક્સો થી વધારે ખેડૂતભાઈઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવામાં રમેશભાઈ કટારા,કૈલાસબેન ગરાસીયા,સરસ્વતીબેન પારગી,પારસિગભાઈ રાવત તથા નિલેશ ભાભોર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.