Thursday, 19/05/2022
Dark Mode

ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં એકને ગંભીર ઇજા.

April 14, 2022
        708
ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં એકને ગંભીર ઇજા.

ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં એકને ગંભીર ઇજા.

 

અકસ્માત સર્જી નંબર વગરની હીરો મોટરસાયકલનો ચાલક સ્થળ ઉપર ગાડી છોડી ફરાર.

 

મારગાળાના ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય જગ્યાએ રીફર કરાયો.

 

સુખસર,તા.14

 

ફતેપુરા તાલુકામાં વાહનચાલકોને છુટો દોર મળતા રોજ-બરોજ નાના- મોટા વાહન અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છતાં પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા અકસ્માતો ઘટાડવા જે પગલાં ભરાવા જોઇએ તેમાં મૌન સેવાઇ રહ્યું હોવાનું બનતા અકસ્માત બનાવો ઉપરથી જણાઈ આવે છે.તેવી જ રીતે વધુ એક બનાવ આજરોજ બપોરના મારગાળા થી સુખસર જતા રસ્તા ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જ્યારે અન્ય એક યુવાનને પણ ઇજાઓ થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે અકસ્માત બાદ હિરો મોટરસાયકલનો ચાલક પોતાના કબજાની નંબર વગરની ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઇ જવા પામ્યો હતો.જ્યારે આ બંને મોટર સાયકલો સુખસર પોલીસે કબજે લીધી હોવાનું જાણવા મળે છે.

 જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા ટીનુભાઇ બબલાભાઈ બારીયા ઉંમર વર્ષ આશરે 22 તથા તેના સાળા ઢઢેલા ગામનો વતની રાકેશભાઈ ઉ.વ.આ20 નાઓ આજરોજ બપોરના અપાચી મોટરસાયકલ નંબર- જીજે.01-યુકે-8112 ઉપર બપોરના મારગાળા થી સુખસર કામ અર્થે જઈ રહ્યા હતા.તેવા સમયે વાંકાનેર ગામે રસ્તા ઉપર સામેથી એક નંબર વગરની હીરો કંપનીની મોટર સાયકલને તેના ચાલકે પૂરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટીનુભાઈ બારીયાની મોટરસાયકલ સાથે જોશભેર ટકકર મારતા ટીનુભાઈ તથા રાકેશભાઈ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ ડામર રસ્તા ઉપર પડ્યા હતા.જેમાં ટીનુભાઈ બારીયાને માથામાં કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમજ તેના સાળા રાકેશભાઈને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.અકસ્માત સર્જી હીરો ગાડી નો ચાલ તેના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો.તેમજ આ મોટરસાયકલ ચાલક ખાતરપુરના મુવાડા ગામનો હોવાનું જાણવા મળે છે. અકસ્માત ગ્રસ્ત આ બંને મોટરસાયકલો સુખસર પોલીસે કબજે લીધેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort