
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક.
ફતેપુરા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામસડકનું કામ હીલકી કક્ષાનું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો..
કામગીરીની ઉચ્ચસ્તરીય રીતે તપાસ થાય તે માટે ની પણ માંગ ઉઠી: ગ્રામજનોને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને હેરાનગતી ભોગવવી પડે છે.
નાળાઓની કામગીરી બરાબર કરાયેલ ના હોઈ કામગીરીની નિષપક્ષ તટસ્થ તપાસ કરાય તો કેટલીક ચોકાવનારી હકીકતો ને ગેરરીતિઓ બહાર આવે તેમ છે
દાહોદ તા.૦૮
ફતેપુરા તાલુકામાં મુખ્ય મંત્રી ગ્રામસડક યોજના હેઠળ રીસરફેસીંગ અને સ્ટેગથેનિંગ ઓફ સરસાપુર્વ ગવાડુંગરા રોડનું કામ વરસ ૨૦૧૯..૨૦૨૦માં મંજુર થયેલ ને આકામ શરૂં કરાયેલ પરંતુ આ કામના કોનટાકટર દ્વારા રોડનીને નાળાઓની કામગીરી બરાબર કરાયેલ ના હોઈ ને થયેલ કામગીરી હલકી કક્ષાની ને હલકી ગુણવતતા વાળી કરતા આ થયેલ કામગીરી ની ઉચ્ચસ્તરીય રીતે તપાસ થાય તે માટે ની પણ માંગ ઉઠી છે.
આ સરસવાપુવઁ ગવાડુંગરા રોડ નું કામ આજદિન સુધી પુરું થયેલ નથી. ને આ રોડ પર મોટી કપચી પાથરીને તેની પર રોલીંગ પણ કરાયેલ ના હોઈ આ રોડ પર ટુ વ્હીલર ને ફોરવહીલર લઈને જવામાં ભારે તકલીફ ઊભી થાય છે ને મુશ્કેલી માં મુકાવું પડે છે.
આ રસ્તા પર થયેલ નાળાઓ ની કામગીરી બરાબર કરાયેલ ના હોઈ આ કામગીરી ની નિષપક્ષ તટસ્થ તપાસ કરાય તો કેટલીક ચોકાવનારી હકીકતો ને ગેરરીતિઓ બહાર આવે તેમ જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ ગવાડુંગરા ગામે તા.૧૨.૨.૨૨ ના રોજ ગ્રામપંચાયત ના નવીન બનેલ પંચાયત ધર ના ઉદધાટન પ્રસંગે આવેલ ધારાસભ્ય ને અન્ય હોદ્દેદારો ને ગ્રામજનો દવારા આ રોડની ને નાળાઓ ની કામગીરી બરાબર કરાયેલ ના હોઈ ને આ રોડની બાકી રહેલ કામો વહેલી તકે કરવા ની માંગ કરીને રજુઆત કરેલ .તેમ છતાં પણ આ રોડની ને નાળાઓ ની કામગીરી આજસુધી પુરી થઈ ના હોઈ જેથી આ રોડ પર અવરજવર માટેની તકલીફ ગ્રામજનો ને ભોગવવી પડે છે.
આ રોડની કામગીરી કરનાર કોનટાકટરે આ રોડ ઊપરાંત સંજેલી વિસતાર ના અન્ય કેટલાક રસ્તા ઓ પણ હલકી કક્ષાની ને ગુણવતતાયુકત નહીં કરતા ને આ રસ્તા ઓની કામગીરી પુરી કરવાની સમયમયઁદા પણ પુરી થઈ ગયેલ હોવા છતાં પણ આ કોનટાકટર સામે વીભાગ દવારા તેને જરુરી નોટીસો આપેલ હોવા છતાં પણ આ કોનટાકટર સામે વીભાગ દ્વારા તેને કરાર મુકત કેમ કરાતો નથી ને આ કોનટાકટર ને બ્લેક લીસ્ટમાં કેમ મુકવામાં આવતો નથી તે એક હાલ ચર્ચામાં જાેવાય છે.
ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકે છે ને વિકાસના ગુણગાન ગાય છે અને સરસવાપુર્વ ગવાડુંગરા રોડ નું કામ સમયસર પુરું થાય નહીં ને આ રોડ પર કામ રસ્તા નું અધુરું હોઈ ગ્રામજનો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડે છે અને હેરાનગતી ભોગવવી પડે છે ત્યારે આવા કોનટાકટર સામે વીભાગ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં કેમ વિલંબભરી નિતિ અપનાવતા હોય છે તે ચર્ચાનો વિષય બનેલ છે. કોનટાકટર ને બ્લેક લીસ્ટમાં મુકાય ને બાકી કામગીરી આ કોનટાકટર્ના ખર્ચને જાેખમે પુરી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેતે જરૂરી છે.