
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના ભીચોર ગામેથી બોગસ તબીબને ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
બોગસ એલોપેથિક દવાખાનું ચલાવતા ઈસમને પકડી પાડી જેલના સળિયા પાછળ બોગસ તબીબ ને ધકેલી દેવામાં આવેલ
એલોપેથિક દવાઓ તથા ડોક્ટરી સામાન સહિત 8 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ફતેપુરા તા.16
વિશ્વના દેશો તથા સમગ્ર ભારતમાં તથા ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસની ભયંકર બીમારી ફેલાયેલી હોય એને આવી પરિસ્થિતિમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારુ ડોક્ટર ડિગ્રી નહીં હોવા છતાં પોતે ડોક્ટર હોવાનું જાહેર કરી ડોક્ટર ને લગતા સર સામાન રાખી દવાઓ ગોળી આપી દવાખાનુ ચલાવતા હોય એવા અનેક બનાવો બનેલા હોય જેથી ફતેપુરા તાલુકાના ધુધસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોકટર સતિષભાઈ વાઘજીભાઈ વસૈયા તથા તેમના સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે ભીચોર ગામે બોગસ ડોક્ટર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે બાતમીના આધારે ફતેપુરા પોલીસ ને જાણ કરતા ફતેપુરા પી.એસ.આઇ સી.બી બરડા તથા સ્ટાફના માણસો તેમજ તબીબ ડોકટર સતિષભાઈ વાઘજી ભાઈ વસૈયા તેમજ તેમના સ્ટાફના માણસો સાથે રાખી ભીચોર ગામે તપાસ કરત બોગસ દવાખાનું મળી આવેલ જેમાં બોગસ ડોક્ટર લોકેશ વેલજી ગરાસીયા મૂળ રહેવાસી સારંગપુર તાલુકો અર્થુન જિલ્લા બાસવાડા રાજસ્થાનના હોવાનું જણાવતો હોય તેની પાસે કોઈ પણ પ્રકારના મેડીકલ પ્રેક્ટિસ કરવાનું અંગેનું સર્ટિફિકેટ ન હોય આવા ઝોલાછાપ તબીબ ને ઝડપી પાડી તેના દવાખાના માંથી બાટલા ઇન્જેક્શન ગોળી કરી ડોક્ટરી સામાન વિગેરે મળી રૂપિયા 8009 નો મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ આવા બોગસ ઝોલાછાપ લોકેશ ગરાસીયા ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે.