ફતેપુરા:મામલતદાર કચેરીની મુલાકાત લેતા કલેકટરશ્રી ડો. હર્ષિત ગોસાવી..

Editor Dahod Live
1 Min Read

 શબ્બીરભાઈ સુનેલવાલ :- દાહોદ 

દાહોદ કલેકટર ડો. શ્રી હર્ષિત ગોસાવી મામલતદાર કચેરી ફતેપુરાની મુલાકાત:દરમિયાન પ્રાંત અધિકારી ચૌધરી તેમજ મામલતદાર પરમાર સાથે રહ્યા હતા

ફતેપુરા તા.05

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં આજ રોજ દાહોદ જિલ્લા કલેકટર મુલાકાત લીધેલ હતી મુલાકાત સમય દરમિયાન પ્રાંત અધિકારી ચૌધરી અને મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી રાઠવા જોડે તાલુકા ને લગતી કામગીરી અંગેની ચર્ચાવિચારણા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો કલેકટર શ્રી એ મામલતદાર કચેરીની તમામ શાખાઓ જેવીકે મહેસૂલ શાખા etvt શાખા મતદાર યાદી શાખા મધ્યાન ભોજન શાખા ઈ-ધરા શાખા સહિતની તમામ શાખાઓમાંમાં રૂબરૂ મુલાકાત લઇ કર્મચારીઓને તેમજ નાયબ મામલતદાર શ્રી ઓને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Share This Article