
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિકલાંગ કેમ્પ યોજાયો:100 જેટલા વિકલાંગ ની તપાસ કરી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા
ફતેપુરા તા.08
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિકલાંગ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં સો જેટલા વિકલાંગો લાભ મેળવી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિકલાંગ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધ્યક્ષ ડૉ રાઠવા તેમજ બીજા તબીબોએ હાજર રહી સેવા આપેલ હતી વિકલાંગ કેમ્પમાં આંખોને વિકલાંગતા હાડકાં ને વિકલાંગતા અને માનસિક વિકલાંગતા ધરાવતા દર્દી ઈસમોએ હાજર રહી લાભ મેળવ્યો હતો જેમાં આંખની વિકલાંગતાના ૧૬ .માનસિક વિકલાંગતા ના ૩૮. અને હાડકાની વિકલાંગતાના ૪૬. દર્દીઓને તપાસ કરી તેઓને વિકલાંગતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ વિકલાંગતા પ્રમાણપત્ર થી વિકલાંગ દર્દીઓ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવીશકશે