Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર કાળનો કોળિયો બન્યો

July 5, 2021
        490
દાહોદ: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર કાળનો કોળિયો બન્યો

નીલ ડોડીયાર :- દાહોદ

દાહોદ: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર કાળનો કોળિયો બન્યો

દાહોદ તા. ૦૫

 દાહોદ શહેરમાં આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટરસાઈકલના ચાલકે જાેશભેર ટક્કર મારી અજાણ્યો વાહનનો ચાલક ગાડી લઈ નાસી જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 દાહોદ શહેરમાં આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે નજીક આવેલ બાલાજી હોટલ સામે ગત તા.૦૩ જુલાઈના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતાં વિપુલભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વિપુલભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં વિપુલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત સર્જી અજાણ્યો વાહનનો ચાલક નાસી ગયો હતો જ્યારે આ સંબંધે રાબડાળ ગામે રહેતાં રાહુલભાઈ ધનજીભાઈ ભાભોરે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!