Friday, 29/03/2024
Dark Mode

મધ્ય પ્રદેશનું દાહોદ સાથે બ્રાઉન સુગરનું કનેક્શન..?? રાણાપુર (મદયપ્રદેશ)થી દાહોદ 50 હજાર રૂપિયાની બ્રાઉન સુગરની ડિલિવરી આપવા આવતો યુવક ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરથી ઝડપાયો..

July 5, 2021
        1291
મધ્ય પ્રદેશનું દાહોદ સાથે બ્રાઉન સુગરનું કનેક્શન..?? રાણાપુર (મદયપ્રદેશ)થી દાહોદ 50 હજાર રૂપિયાની બ્રાઉન સુગરની ડિલિવરી આપવા આવતો યુવક ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરથી ઝડપાયો..

 રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક…

રાણાપુર (મદયપ્રદેશ) નો યુવક દાહોદ બ્રાઉન સુગરની ડીલેવરી આપવા આવતા યુવકને ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પરથી ઝડપી પાડ્યો 

દાહોદ જીલ્લામાં ડ્રગ કનેક્શન અંગે મદધપ્રદેશ પોલીસ તપાસ હાથ ધરી 

આ યુવક દાહોદમાં કોને બ્રાઉન સુગર આપવાનો હતો તે અંગે પોલીસ એ તપાસ હાથ ધરી 

દાહોદ જેવા ટ્રાયબલ જીલ્લામાં ધીમે ધીમે માદક નશીલા પદાર્થ નુ વેચાણ અંગે પગ પેસારો…???

પોલીસ એ યુવક પાસે થી 10.46 ગ્રામ બ્રાઉન સુગર ઝડપી પાડયુ 

મદધપ્રદેશથી દાહોદનું બ્રાઉન સુગરનુ મળ્યુ કનેક્શન

દાહોદ તા.05

ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી આજરોજ મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે એક યુવક પાસેથી ૧૦.૪૬ ગ્રામ અંદાજે રૂા.૫૦ હજારની કિંમતનું બ્રાઉન સુગર સાથે ઝડપી પાડી તેની પુછપરછ કરતાં બ્રાઉન સુગર ગુજરાતના દાહોદમાં આપવા માટે જઈ રહ્યો હોવાનો ઝડપાયેલ યુવકે ખુલાસો કરતાં દાહોદમાં ક્યાંકને ક્યાંક આ કેસના તારો જાેડાયાં હોવાની ભારે ચર્ચાઓ સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ બ્રાઉન સુગરનો વેપલો કોણ કરી રહ્યો છે. તે એક ચર્ચાનો વિષય  બન્યો છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા મધ્યપ્રદેશની આ ઘટનાને પગલે જિલ્લામાં આવા બ્રાઉન સુગરના માફિયાઓ સામે લગામ કસે તે અતિ આવશ્યક છે.

દાહોદ જિલ્લાની મધ્યપ્રદેશની મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પર મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ આ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના રાણપુર નગરના મહાત્મા ગાંધી રોડ તરફ રહેતો શાહીદ રાજાખાન નામક યુવકને મોટરસાઈકલ સાથે ઉભો રાખ્યાં હતો અને તેની પાસેની થેલીની તલાતી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ થેલીમાંથી ૧૦.૪૬  ગ્રામ બ્રાઉન સુગર જેની કિંમત રૂા.અંદાજે ૫૦ હજારના આસપાસની ગણવામાં આવી રહી છે. આ બ્રાઉન સુગરના જથ્થા સાથે ઉપરોક્ત યુવકને ઝાબુઆ જિલ્લાની પોલીસે ઝડપી પાડી તેને પોલીસ મથકે લઈ જઈ તેની સઘન પુછપરછ કરતાં, આ બ્રાઉન સુગર દાહોદ આપવા માટે જતો હતો તેવું ઝડપાયેલ શાહીદ રાજાખાને જણાવ્યું હતું.સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે દાહોદ સુધી આ બ્રાઉન સુગરનું કનેક્શન સામે આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આવનાર દિવસોમાં મધ્યપ્રદેશની પોલીસના ધામા હશે. તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. દાહોદ પોલીસ પણ આ તરફ જિલ્લામાં આવા બ્રાઉન સુગર માફિયાઓ સામે લગામ કસવામાં આવે તે અતિઆવશ્યક બન્યું છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં બ્રાઉન સુગરનું કનેક્શન સામે આવતાં અનેક સવાલો ઉભા થયાં છે.જોકે આ બ્રાઉન સુગરની હેરાફેરી તેમજ વેચાણમાં કોની સંડોવણી હશે કે કેમ? તેની ઉપર પણ અનેક શંકા કુશંકાઓ થવા માંડી છે. દાહોદ જિલ્લામાં શું ખરેખર બ્રાઉન સુગરનો વેપલો થતો હશે કે કેમ તે તરફ પણ પોલીસ તપાસ આરંભવામાં આવે તો મોટો ઘટસ્ફોટ સામે આવે તેમ છે. બ્રાઉન સુગર જેવા નસીલા પદાર્થની હેરાફેરી તેમજ વેચાણમાં ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લો પણ સામેલ તો નહી હોયને તેવા સંકેતો મળી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશની પોલીસ દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લામાં આ કેસ સંબંધિ તારો જાેડાયેલા હોવાને કારણે મધ્યપ્રદેશ પોલીસ દાહોદ જિલ્લામાં પણ તપાસ અર્થે આવી શકે તેમ લાગી રહ્યું છે. દાહોદમાં આ યુવક કોને આ બ્રાઉન સુગર સપ્લાઈ કરવા આવ્યો હશે? તે પણ એક રહસ્ય બની રહ્યું છે અને હવે આ રહસ્ય ઉપરથી પડદો આજે ઝાબુઆ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ જ ઉચકાશે જ્યારે પોલીસ તપાસ થશે અને દાહોદમાં કોની સંડોવણી હશે તે બહાર આવશે.

 

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!